શ્રીજી મહારાજ અને મોટાપુરુષ આધ્યાત્મિકતાના માર્ગે આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે પરંતુ એ સાથે સાથે ઘર પરિવારમાં આત્મીયતા રહે, સંપ, સુહ્રદભાવ તથા એકતાસભર વાતાવરણ રહે અને બાળકોને માતા-પિતા તરફથી હૂંફ અને સમય મળી રહે તેવી મોટાપુરુષની કાયમી રુચિ છે. જેટલી પરિવારમાં આત્મીયતા રહે તેટલું સત્સંગમાં આગળ સહેલાયથી વધી શકાય. આજના આ આધુનિક યુગમાં તમામ સભ્યો ઘર-પરિવાર તથા બાળકો માટે સમય ફાળવી શકે તે માટે ગુરુવર્ય પ.પું.બાપજીના દિવ્ય સંકલ્પે પ.પું.સ્વામીશ્રીએ નુતન પ્રોજેક્ટરૂપે ‘ફેમીલી ટાઇમ’ નું આયોજન આપ્યું છે.
(૧) દર અઠવાડીયે ઓછામાં ઓછું એક વાર પરિવારના સભ્યો ભેગા મળી પરિવાર માટે સમય ફાળવી શકે.
(૨) પરિવારના સભ્યોમાં આત્મીયતા વધે, પ્રેમ વધે.
(3) કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આવે.
(૪) દિવ્યજીવનના માર્ગે આગળ વધવા પરિવારના સૌ સભ્યો સાથે મળી કદમ મિલાવી શકે.
(૫) એક રુચિવાળો સમાજ થાય.
(૬) સંસ્થાકીય પ્રોજેક્ટ આનુસંગિક કોઈ સુચના આપવાની હોય તો સમગ્ર સમાજને એક સાથે આપી શકાય.
(૧) ફેમીલી ટાઇમ માટે દર ગુરુવારે રાત્રે ૯ થી ૯:૩૦ દરમ્યાન સમય ફાળવવાનો રહેશે.
(૨) શરૂઆતના મહિનામાં શક્ય હશે તો પ. પૂ.સ્વામીશ્રીનો ઓનલાઈન ૫ થી ૧૦ મિનીટ લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
(૩) જેમને ગુરુવારે આ સમયમાં સભા આવતી હોય તો તે સેન્ટરમાં ફેમીલી ટાઈમ આગલા દિવસે કરવો.
(૪) ફેમીલી મોટું હોય ભાઈઓ અલગ અલગ રહેતા હોય તો મહીને એક વખત તો બધા ભાઈઓએ ફેમીલી ટાઈમ માટે જરૂર ભેગા થવું અને સમૂહભોજન લેવું.
(૧) પ્રાર્થના તથા ધૂન(પ.પૂ.બાપજીના સ્વાસ્થ્ય માટે) - ૦૫ મિનીટ
(૨) ઘનશ્યામ અંક વાંચન/સંકલ્પ આધારિત પુસ્તક વાંચન(દા.ત. વચનામૃત અભિપ્રાય) - ૧૦ મિનીટ
(૩) કૌટુંબિક ચર્ચા - ૧૫ મિનીટ
કુલ સમય ૩૦ મિનીટ
ફેમીલી ટાઇમ પહેલા સમૂહ ભોજન તથા ફેમીલી ટાઇમ બાદ સમૂહ નિયમચેષ્ટા પણ કરી શકાય.
(૧) સંતાનોના અભ્યાસ, ટ્યુશન અંગે
(૨) સંતાનોના વ્યક્તિગત વિકાસ / વ્યક્તિગત પ્રશ્નોના નિરાકરણ અંગે
(૩) પરિવારના સભ્યોના સ્વાસ્થય અંગે
(૪) ઘરકામમાં મદદ (દા.ત. ખરીદી,સફાઈ, રસોઈ, બેંક કાર્ય, લાઈટ બીલ ભરવા વગેરે)
(૫) સામાજિક પ્રસંગોમાં હાજરી અંગે
(૬) બિનજરૂરી ખર્ચ ઘટાડવા અંગે
(૭) વડીલ માતા-પિતા ગામડે અથવા વિદેશમાં રહેતા હોય તો ફોન દ્વારા અથવા વિડીઓ કોલિંગ દ્વારા કુટુંબના બધા સભ્યોએ ભેગા મળી વાત કરવી.