યૌવન : ચારિત્રવાન જીવન - 2

  November 12, 2015

ભગવાન સ્વામિનારાયણ આ જ ભગીરથ કાર્યને આજે પણ એમના સત્પુરુષોએ યથાવત્ જાળવી રાખ્યો છે. આજે વર્તમાકાળે વેગવંતા, ‘My life, my rules’ જેવા જીવનમંત્રથી આસક્ત, વિષય અને વ્યસનોના વમળોમાં ફસાયેલા હજારો યુવાનોને જીવનની સાચી દિશા આપી ઉદાત્ત ને દિવ્યજીવનના સાચા રાહી બનાવી, સમગ્ર વિશ્વ, દેશ સમાજ તથા સત્સંગમાં ચારિત્ર્યવાન જીવનવાળા યુવાનોની વિશાળ શૃંખલા ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ રચી છે. એમણે વિશ્વકક્ષાએ ચારિત્ર્યપ્રદાન ક્ષેત્રે મહાપ્રભુએ આણેલી એ ક્રાંતિનો ચીલો અદ્યાપિ ચાલુ રાખ્યો છે. જેમ કુશળ શિલ્પકારના હાથમાં આવતા જ, બેડોળ પથ્થર સુંદર મૂર્તિનો આકાર ધારણ કરે છે તેમ તેઓના યોગે હજારો યુવાનોનું અંધકારમય જીવન કલ્યાણમય, શાંતિમય, સુખમય અને ઉજ્જવળ બની રહ્યું છે. વળી, તેઓની પ્રેરણાને અનુજ્ઞાથી કાર્યરત યુવાસભા, શિબિર તેમજ અધિવેશન વગેરે પ્રવૃત્તિઓના માધ્યમથી યૌવનમાં શમ, દમ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ક્ષમા, સંતોષ આદિ ચારિત્ર્યવાન જીવનના ગુણોની પુષ્પવાટિકા ખીલી છે. અહીં એમના સાંનિધ્યમાં ઘડતર પામેલા કેટલાક એવા યુવાનોની સ્મૃતિઓ થઈ આવે છે

પંચમહાલ વિસ્તારના આપણા હરિભક્ત રમેશભાઈ. તેઓ ત્યાંના અંતરિયાળ વિસ્તારની શાળામાં શિક્ષકની નોકરી કરે. નોકરીમાં જોડાયા ત્યારે માત્ર 30ની જ સંખ્યા, ને રજિસ્ટર પર બોલે 130 બાળકોની સંખ્યા. તેઓએ ગેરહાજર 100 વિદ્યાર્થીઓને શાળામાં લાવતા કર્યા. એ શાળામાં ત્રણ જ શિક્ષક એમાં બે ગેરકાયદેસર પૈસા લેતા. પણ તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય સાંનિધ્યે ચારિત્ર્યવાન બન્યા હતા તેથી તેઓ પૈસા ન લેતા. આથી અન્ય શિક્ષકો સાથે ઘર્ષણ થાય. આમાંથી મુક્તિ મેળવવા તેઓએ CRCની પરીક્ષા આપી અને એમાં પાસ થયા. ત્યાં પણ આવા જ પ્રશ્નોની વણઝાર. અન્ય ઉપરી અધિકારીઓનું લાંચ માટે ભારે દબાણ. પણ તેઓ પોતાના ચારિત્ર્યવાન જીવનના ભાગ રૂપે અપ્રમાણિક કદી ન બન્યા, પણ પ્રામાણિક બની રહેવા લાખો રૂપિયા ખર્ચતા દુર્લભ એવી CRCની પોસ્ટને છોડી દીધી ને ચારિત્ર્યવાન બની રહ્યા.

યુ.કે.ના કિશોર મુક્ત મિતેશભાઈ પટેલ. જેઓના લગ્નને ત્રણ દિવસ થયા હતા. ને વ્હાલા સ્વામીશ્રીએ એમને કેવળ એક અલ્પ સરીખી રૂચિ જણાવી. ને તેઓ ને તેમનાં ઘરનાં પીપલાવના પ્રભાશંકરભાઈના જીવનવૃત્તાંતની જેમ વર્તમાન સમયે ભાઈ-બહનેની જેમ જીવે છે. હજારો ગાઉ દૂર ને વિષમ દેશકાળમાં રહેવા છતાં મોટાપુરૂષે પાયેલા ચારિત્ર્યના ગુણો સ્વજીવનમાં તેમણે ચરિતાર્થ કરી બતાવ્યા.

મહેસાણાના ચારિત્ર્યનિષ્ઠ હરિભક્ત તેજાભાઈ પંચાલ. તેઓના સમાજમાં લગ્ન પ્રસંગે એનો નિયમ કે, અફીણ, દારૂ અને અભક્ષ્ય પદાર્થ પીવો પડે. તેજાભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી ને પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય યોગે ખૂબ જ ચારિત્ર્યવાન બન્યા હતા. એટલે લગ્ન પ્રસંગે ગયા ત્યાં બે હાથ જોડી કહે, “મારાથી અફીણ તો શું ચા પણ ન પીવાય.” નાતીલા ખૂબ જ આગ્રહ કરે તોપણ તેઓ એકના બે ન થયા. નાતવાળાએ ખૂબ દબાણ કર્યું છતાં પણ તેઓએ ખૂબ જ દૃઢતા રાખી મહારાજ ને મોટાને રાજી કર્યા.

આમ, દિવ્યપુરુષોના યોગે અનેક યુવાનો મળભર્યા કાદવની વચ્ચે હોવા છતાંય ઉત્તમ ચારિત્ર્યરૂપી પદ્મ બની ખીલી ઊઠ્યા છે. તો ચાલો, ચારિત્ર્યઘડતરના મહાયાગના અધિષ્ઠાતા પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રેએ આરંભેલા ચારિત્ર્યવાન જીવનના મહાયાગમાં ‘યા હોમ’ થવા આપણે સૌ કટિબદ્ધ થઈએ.

જેમ કોઈ વેપારી હોય તો તેને કાયમી કઈ કઈ બાબતોનો આગ્રહ રહે ? તો, તેને ધંધામાં કોઈ પણ રીતે નુકસાન ન થાય, વકરા કરતાં નફો વિશેષ રહે, વળી, નફો વધુ કેમ કરીને મેળવવો, અને અંતે મોટી પેઢી કે કંપનીના માલિક થઈ સુખી જીવન જીવવું – આ બધા માટે તેમને વેપાર વધારવાનો આગ્રહ વિશેષ ને વધુ રહેતો હોય છે. એમ ચારિત્ર્યવાન જીવન જીવવાનો આગ્રહ આપણે શા માટે વિશેષ રાખવો જોઈએ ? તો, મહારાજ અને મોટાને રાજી કરવા તો ખરો જ, પણ આ ઉપરાંત ત્રણ બાબત માટે થઈ ચારિત્ર્યવાન જીવન કરવાનો આગ્રહ રાખવો જોઈએ :  જેમાં પ્રથમ બાબત – આબરૂદાર પરિવાર માટે એટલે પોતાના ચારિત્ર્યવાન જીવનથી પોતાના પરિવાર, સમાજ, દેશની આબરૂ વધારવા માટે. પોતાના પરિવારની રીત-રસમ, એની વર્તણૂક અને પરંપરાને વળગી રહેવા માટે પણ ચારિત્ર્યવાન જીવનનો વિશેષ આગ્રહ રાખવો જોઈએ. જેણે કરીને આપણા પરિવારની આબરૂ અને છાપ સૌના માનસમાં ઉચ્ચ બની રહે.

બીજી બાબત – પોતાના ગુરુના શિષ્યત્વને શોભાડવા પણ ચારિત્ર્યવાન જીવન કરવાનો આગ્રહ વિશેષ રાખવો જોઈએ. કારણ, આજે પોતાના ગુરુ ઉત્કૃષ્ટ ચારિત્ર્યવાન જીવનના પ્રણેતા હોય ત્યારે શિષ્યએ પણ પોતાના ગુરુને છાજે તેવું ચારિત્ર્યવાન જીવન જીવવું પડે. નહિ તો સૌ કોઈ – જગત આખું તે વ્યક્તિત્વને નહિ પણ તેના ગુરુને વગોવે કે, “આ આવો છે, તો તેના ગુરુ કેવા હશે ?”- આમ, ગુરુ ચારિત્ર્યવાન હોવા છતાંય એમની ગરિમા પર સંશયાત્મક લાંછન અપ્રત્યક્ષ રીતે લાગી જાય છે. ત્યારે પોતાના ગુરુનું શોભાડવા માટે પણ ચારિત્ર્યવાન જીવનનો આગ્રહ વિશેષ રાખવો જોઈએ..

અને અંતિમ ને ત્રીજી બાબત એટલે પોતાના વ્યક્તિત્વની અન્યને સ્વીકૃતિ માટે કહેતાં પોતાના ચારિત્ર્યવાન જીવનથી સૌ કોઈના વિશ્વાસનું સંપાદન કરવા માટે ચારિત્ર્યવાન જીવન જીવવાનો આગ્રહ રાખવો પડે છે. કારણ કે ચારિત્ર્યવાન જીવનવાળી વ્યક્તિ તથા સમાજ સૌને સહજ ને ઝડપથી પ્રભાવિત તેમજ સ્વીકૃતિ કરાવે છે અને આ કારણોસર સૌ લોકો તેમનું સન્માન કરે છે. સાથે સાથે તેની વાત પર વિશ્વાસ મૂકે છે. તેની દરેક ક્રિયા ધ્યાનપૂર્વક જુએ છે તથા તેનો અનુભવ કરે છે. તેનો પ્રભાવ ગ્રહણ કરીને જાણે-અજાણે તેના અનુકરણનો પ્રયાસ પણ કરતા રહે છે. દુર્જનમાં દુર્જન માણસ પણ, ભલે ઉપરથી માનતા કે કહેતા ન હોય, પરંતુ તેઓ પણ મનમાં ને મનમાં ચારિત્ર્યવાન પ્રત્યે આદરનો ભાવ રાખે છે. આમ, પોતાના વ્યક્તિત્વની ઓજસતા ને આભા વધારવા સારું ચારિત્ર્યવાન થવાનો વધુ આગ્રહ રાખવો જોઈએ.

આમ, આ ત્રણે બાબતો ચારિત્ર્યવાન જીવન બનાવવાનું મહત્ત્વ દર્શાવે છે કે જેના દ્વારા કોઈ સામાન્ય વ્યક્તિ પણ અસામાન્ય બની શકે છે.

ચારિત્ર્ય અનેક ગુણોનો સમન્વય છે. આ સમન્વયે કરીને જ કોઈ પણ વ્યક્તિ ચારિત્ર્યવાન બની શકે, પણ ચારિત્ર્યમાં સૌથી મહત્ત્વના ને અતિ વિરલ બે જ ગુણ છે જે તેના મુખ્ય બે પાયારૂપ ગુણ ગણી શકાય. આ બે સદ્ગુણના આવિર્ભાવે અન્ય ગુણો એની ભેળા ચાલ્યા આવે છે. આ સદ્ગુણોની સ્વજીવનમાં જેટલી દૃઢતા તેટલું ચારિત્ર્ય વિશુદ્ધ ગણાય. આ સદ્ગુણ એટલે બ્રહ્મચર્ય અને પારદર્શક્તના. તો આવો, આપણે પણ સ્વજીવનમાં આ બે સદ્ગુણોને દૃઢ કરવા શું કરવું ? તે ક્રમશઃ ‘આ વાતે કેવળ મારા માટે જ થાય છે’ એવા વિચારે જોઈશું.

ચારિત્ર્યનિષ્ઠ બનવા માટે સર્વશ્રેષ્ઠ જો કોઈ એક ગુણ હોય તો તે છે : બ્રહ્મચર્ય. આ ગુણ કેળવવા માટે સૌથી વધુ પ્રયત્નશીલ રહેવું પડે છે, પણ જો આ ગુણ એક વાર કેળવાઈ ગયો તો આપણું ચારિત્ર્ય સોળવલ્લાં સોના જેવું શુદ્ધ બની જાય છે. ત્યારે સમજીએ, બ્રહ્મચર્ય એટલે શું ?

બ્રહ્મચર્ય એટલે આંતરિક તેમજ બાહ્યિક માયિક હેત, વાસના અને વિકારથી પર થવું. ગઢડા પ્રથમના 34મા વચનામૃતમાં મહાપ્રભુએ કહ્યું છે તેમ સ્ત્રીને પુરુષમાં હેત ને પુરુષને સ્ત્રીમાં હેત છે, અને એ હેત-વાસનાથી પર થવું તે જ બ્રહ્મચર્ય. આ થયો બ્રહ્મચર્યનો સામાન્ય અર્થ.

જ્યારે વિશિષ્ટ અર્થમાં, બ્રહ્મચર્ય એટલે બ્રહ્મમાં ચરવું. બ્રહ્મ કહેતાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં ચરવું કહેતાં વિચરવું તે. પણ મૂર્તિમાં વિચરવા માટે દેહને વિષે અહંબુધ્ધિ ને દેહસંબંધી પદાર્થને વિષે મમત્વબુધ્ધિ ટાળી અને પ્રભુમાં પ્રીતિરૂપી ચર્યા કરવી તે જ બ્રહ્મચર્ય. ત્યારે ભગવાન સ્વામિનારાયણે બ્રહ્મચર્યના અખંડ પાલન માટે એક વિશિષ્ટ પાળ સંતો-ભક્તો માટે બાંધી છે. જેમાં ત્યાગી વર્ગમાં પૂ. સંતોએ અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો જ્યાર ગૃહસ્થે પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુ સમે જ સ્ત્રીનો સંગ કરવો એ આદિક નિયમ આપ્યા છે એ જ બ્રહ્મચર્યયુક્ત જીવન.

ભારતીય સભ્યતા મુજબ માનવજીવન ચાર આશ્રમમાં વિભાજિત કરવામાં આવ્યું છે :જેમાં પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ કહેતાં જન્મથી લઈ પચીસ વર્ષ સુધીનો કાળ. જેમાં બાળવસ્થા, તરુણાવસ્થા ને  ને યુવાનવસ્થા દરમ્યાન અખંડ બ્રહ્મચર્યનુ પાલન કરવાનું હોય છે આ આશ્રમમાં બ્રહ્મચર્યપાલનની સાથએ ઉચિત ને યોગ્ય પ્રકારની વ્યવહારકળા કહેતાં વિદ્યાને પ્રાપ્ત કરવાની હોય છે. તેમજ સાદું જીવન ને ઉચ્ચ વિચારોવાળી જીવનશૈલી આ આશ્રમની સાચી ગરિમા છે. પણ આજના પ્રદુષિત પરિવેશમાં યુવાન પોતાના બ્રહ્મચર્ય આશ્રમનું ભાન ક્યારે ગુમાવી બેસે છે તેની કલ્પના પણ રહેતી નથી. ટેલિવિઝન, સિનેમા, ઇન્ટરનેટ ને અશ્લીલ સાહિત્ય – આ બધા યૌવનને સત્યાનાશ કરવામાં લાગ્યા છે. ત્યારે ચારિત્ર્યવાન જીવનમાં પ્રથમ પગથિયાંરૂપ બ્રહ્મચર્યમાં આજનો યુવાન રસ કેળવી શકતો નથી. તેથી તે પતન ને પરાભવ તરફ ધકેલાતો જાય છે. વળી,  ડરપોક, દીન-હીન, રોગિષ્ઠ ને દુર્બળ બનતો જાય છે. તો માનસિક રીતે પણ તેનું અધોપતન વિશેષ જોવા મળતું હોય છે.

ચારિત્ર્યવાન જીવનમાં બ્રહ્મચર્યનો ફાળો નાનોસૂનો ન ગણી શકાય. બ્રહ્મચર્ય વ્રતને લઈ ચારિત્ર્યવાન વ્યક્તિ સર્વે પ્રકારે શ્રેષ્ઠ બની શકે છે. પણ પંચવિષયમાં આસક્તિને લીધે ચારિત્ર્યવાન વ્યક્તિનું જીવન જોખમાતું હોય છ તે વાતની પુષ્ટિ આપતા ગઢડા મધ્યના 1લા વચનામૃતમાં મહારાજે કહ્યું છે, “મોહનું રૂપ તો મનને વિષે વિભ્રાંતિ જેવું થઈ જાય એ જ જણાય છે. પછી આ કરવા યોગ્ય અને  આ ન કરવા યોગ્ય એવો વિવેક રહેતો નથી... અને મોહનું જે કારણ તે પણ પંચવિષય (એમાં આસક્તિ) છે.”

બસ, આ જ રીતે યૌવનકાળ દરમ્યાન પંચવિષયમાં પ્રીતિ એ જ મોહ જન્મ્યાનું મુખ્ય કારણ છે. વળી, આજનો દેશકાળ વિષમ છે, ત્યારે યેનકેન પ્રકારે વિષયમાં યૌવનને સહેજે મોહ ઊપજે છે. ને મોહ જન્મતા તેમાં શું કરવું ? શું ન કરવું ? એનો વિવેક રહેતો નથી. અને પરિણામે તેમાં લેવાઈ જાય છે. જેમ રૂપમાં મોહ જન્મતા તેને ભોગવવાની આસક્તિ રહે છે તેના પરિણામ સ્વરૂપે એમાં અંધ (અવિવેકી) બની ભોગ ભોગવે છે ને અંતે પોતાના ચારિત્ર્યવાન જીવનને લાંછન લગાવે છે. ત્યારે આ સમયે આ બધામાંથી સુરક્ષાકવચ – શસ્ત્રની જેમ કોઈ મદદરૂપ થાય તો તે છે બ્રહ્મચર્ય. વિષયની નિવૃત્તિ, આંતર-બાહ્ય કુસંગનો ત્યાગ અને સંયમી જીવન આદિની ફલશ્રુતિનું કારણ બ્રહ્મચર્ય. આમ, ચારિત્ર્યવાન જીવન પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યપાલન અક્સીર ને સંજીવની સમો ઉપાય છે. ત્યારે આવો, આપણે પણ યૌવનને ચારિત્ર્યવાન બનાવવા બ્રહ્મચર્યપાલનનો ગુણ દૃઢ કરીએ. પણ આ ગુણ કેવી રીતે દૃઢ કરવો ?  તો, તે માટે ભગવાન સ્વામિનારાયણે આશ્રિતમાત્રને આપેલ નિયમ કહેતાં પંચવર્તમાનનું અખંડ પાલન કરવાથી બ્રહ્મચર્ય પળે છે. જે પંચવર્તમાનનો ઉલ્લેખ શિક્ષાપત્રી (સાર) માં કરેલ છે.

પારદર્શક્તા એટલે દંભ વગરનું, કપટ વગરનું, યુક્તિ-પ્રયુક્તિ વગરનું અર્થાત્ વાસ્તવિક, નિર્દંભ, ડોળ વિનાનું જીવન. ગુજરાતી ભાષામાં એક કહેવત છે, ‘હાથીના દાંત બતાવવાના ને ચાવવાના જુદા હોય.’ એમ વર્તનની બાબતમાં આપણી વાણી કંઈક ને વર્તન કંઈક એમ વર્તે તે પારદર્શક્તા નથી. જેવા અંદર હોય તેવા જ બહાર વર્તે, બહાર હોય તેવા અંદરથી વર્તે તેને કહેવાય પારદર્શક્તા.

ચારિત્ર્યઘડતરમાં પારદર્શક્તા એ બ્રહ્મચર્ય પછી બીજો ને અતિ મહત્ત્વનો સદ્ગુણ છે. જેમ બ્રહ્મચર્ય આત્મઘડતર માટે અત્યંત જરૂરી છે તેમ પારદર્શક્તા બાહ્ય વ્યક્તિત્વ સાથે આંતર વ્યક્તિત્વની એકતા કહેતાં વાસ્તવિક્તા માટે અત્યંત જરૂરી ચારિત્ર્યલક્ષી પાસું છે. આ સદ્ગુણથી સ્વજીવનમાં પ્રામાણિક્તા, સત્યવાદિતા, નિષ્કપટતા તેમજ સાદાઈ જેવા અન્ય ગુણોનો આવિર્ભાવ સહેજે સહેજે થાય છે.

ચારિત્ર્યવાન જીવનમાં પારદર્શક્તાનો ફાળો બહુ મોટો ને વિશાળ ફલકવાળો છે. આપણામાં આંતરજગતના ગુણો હશે પણ પારદર્શક્તાનો ગુણ નહિ હોય તો નહિ ચાલે. આમ, એનો ફાળો ચારિત્ર્યવાન બનવા માટે ત્રિવિધ રીતે જોવા મળે છે : (1) વર્તનની બાબતે (2) વ્યવહારની બાબતે (3) સંબંધની બાબતે.

જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે વર્તનની બાબતે, વ્યવહારની બાબતે અને સંબંધની બાબતે અપારદર્શક્તા રાખીશું તો આપણું ચારિત્ર્ય હીણું થાશે કહેતા અવિશ્વાસુ બનશે. માટે કોઈ પણ વ્યવહારિક બાબતમાં ને સંબંધની બાબતમાં આપણું પારદર્શક જીવન એ જ ચારિત્ર્યવાન જીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે.

આપણા વ્વહારિક તેમજ આધ્યાત્મિક જીવનમાં આપણી સાથે જોડાયેલા પરિવારજન તેમજ સત્સંગી સાથે સંબંધો હંમેશાં નિર્ભેળ રાખે. આ સંબંધો ક્ષણિક લાભ કે સ્વાર્થ ખાતર ડોળવાળા ન બને તેનો નિરંતર ખ્યાલ રાખીએ. વળી, સત્સંગમાં સંતો-હરિભક્તો સાથે કરેલું કપટ તે મહારાજ સાથે કપટ કર્યા બરાબર છે. ત્યારે તેનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ. મોટાભાગે સંબંધોમાં પોતાના ક્ષણના સુખ માટે કે કોઈ લેતી-દેતીના પ્રસંગોમાં અસત્ય કહીને કપટ, દંભકે આડંબર રહિતનો વ્યવહાર કરવાના આગ્રહી થઈ.

વ્યવહારિક જીવનમાં પણ આપણે જ્યાં નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય ત્યારે આપણા ઉપરી, સમકક્ષ તેમજ આ સિવાય જેની સાથે આપણે જોડાયેલા છીએ તેવી વ્યક્તિઓને નિર્દંભ સેવા પૂરી પાડીએ. નહિ તો આપણા વ્યહારિક જીવનમાં કોઈ પણ આપણો વિશ્વાસ નહિ રાખે ને અંતે આપણે હેરાનગતિ ને નામોશી સિવાય કંઈ નહિ પામી શકીએ.

આમ, ચારિત્ર્યવાન જીવનમાં પારદર્શક્તાનો ગુણ કેળવવા માટે અત્રે જણાવેલ ઉપાયો હાથ ધરીએ :

(1). દેખાડાવૃત્તિ તથા આબરૂ (માન) નો સંપૂર્ણપણે ત્યાગ કરતા શીખીએ.

(2). મળેલા સર્વોપરી મહારાજ અને મોટાપુરુષની મોટપનો જીવસત્તાએ સ્વીકાર કરતા શીખીએ.

(3). મળેલી પ્રાપ્તિનો અખંડ વિચાર રાખતા શીખીએ.

(4). અંતે વાણી, વિચાર અને વર્તનમાં એકતા રાખતા શીખીએ.

અંતે, નિયમિત સત્સંગ, આજ્ઞાપાલન અને સત્પુરુષનો સમાગમ સદાયને માટે આપણા ચારિતĔ