Chaturmas
 
   
     
chaturmas2010
       
         
   

ચાતુર્માસના વિશેષ નિયમો

   
   

       SMVS રજત જયંતિ મહોત્‍સવ ઉપક્રમે આ વર્ષે શ્રીજીમહારાજ અને મોટાપુરૂષને રાજી કરવા ચાતુર્માસ દરમ્‍યાન નીચેના નિયમો લઇએ.

   
 

ધર્મ સંબંધી  નિયમ (ગમે તે એક ફરજિયાત)

   
   

   (૧)   ચાતુર્માસ દરમ્‍યાન બ્રહ્મચર્યનું  પાલન કરીશ.

   (૨)   બજારૂ ખાણી – પીણીનો ત્‍યાગ કરીશ.

   (૩)   ટી.વી., સિનેમાનો ત્‍યાગ કરીશ.

   
 

જ્ઞાન સંબંધી નિયમ (નીચેના બે નિયમ દરેક માટે ફરજિયાત)

   
   

   (૧)   નિયમિત એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાચન કરીશ.

   (૨)   દર અઠવાડિયે એક વખત કથાવાર્તાની કેસેટનું શ્રવણ કરીશ.

   
   

         (નીચેનામાંથી ગમે તે એક ફરજિયાત)

   
   

   (૩)   “થવું છે દાદાખાચર જેવા”  પુસ્‍ત‍િકામાંથી નિયમિત  એક પાઠનું વાચન – મનન કરીશ.

   (૪)   દર મહિને ઘનશ્‍યામઅંકનું વાચન કરીશ.

   (૫)   દરરોજ પ્રાત:સભામાં નિયમિત હાજરી આપીશ.

   
 

વૈરાગ્ય સંબંધી  નિયમ :  (ગમે તે એક ફરજિયાત)

   
   

   (૧)   દિવસ દરમ્‍યાન ૧૫ મિનિટ અંતરવૃત્તિ કરી બધું બાળી,  મહારાજમાં જોડાઇશ.

   (૨)   શ્રાવણમાસ / ચાતુર્માસ  દરમ્‍યાન એકટાણાં  કરીશ.

   (૩)   એકાદશી નકોરડી કરીશ.

   
 

ભક્તિ સંબંધી નિયમ : (ગમે તે એક ફરજિયાત )

   
   

   (૧)   દરરોજ મંત્રલેખન કરીશ. (ઓછામાં  ઓછું ૧ પાનું)

   (૨)   દરરોજ ૨૫ માળા અને પ્રદક્ષ‍િણા કરીશ.

   (૩)   દરરોજ ૨૫ દંડવત્ કરીશ.