Introduction
Spiritual & Cultural
History
Social
Medical
Tribal
Educational
In Pictures
 
   
     

English

શૈક્ષણિક પ્રવૃત્તિ

 

       ભારત એક એવી ભૂમિ છે જ્યાં પ્રાચીન સમયથી  શિક્ષણ અને સંસ્કારને એકમેકના પર્યાય તરીકે જોવાતાં આવ્યાં છે. ભારતમાં સંસ્કારને શિક્ષણની પરિપક્વતા ગણવામાં આવે છે.

       ભૌતિક શિક્ષણ પધ્ધતિમાં સંસ્કાર, ચારિત્ર્ય ને આધ્યાત્મિક્તા દૂર થતાં જાય છે. ત્યારે ગાંધીનગરમાં આવેલા સ્વામિનારાયણ ધામ કેમ્પસમાં ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવનમાં ઉચ્ચ આદર્શ જીવનનું અને સંસ્કારોનું ભાથું ભરીને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર થાય છે. આધ્યાત્મિક ઉન્નતિની સાથે સાથે એમનામાં એવું તો ઉચ્ચ ચારિત્ર્યઘડતર થાય છે કે કોઈ પણ સુપરવાઈઝર વિના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને કોઈને સહેજે પણ ચોરી કરવાનો સંક્લ્પ સુધ્ધાં નથી થતો.

       સ્વામિનારાયણ ધામ કેમ્પસમાં Cambridge University સાથે affiliated એવી સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલ પણ ચાલે છે, જ્યાં બાળકો ઉચ્ચ પ્રકારનુ શિક્ષણ મેળવે છે. KG TO PG. આવા સંસ્કારી વાતાવરણમાં જ બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી શકે એ હેતુથી અતિ આધુનિક એવી સ્વામિનારાયણ ધામ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ સ્થપાયેલ છે. જ્યાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના અભ્યાસક્રમોનાં આયોજનો છે.

       આ અનોખી આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિના પ્રેરણા સ્ત્રોત એટલે ગુરુવર્ય પ.પૂ બાપજી. જેમનું ખાવું, પીવું, બેસવું, સૂવું, જોવું અને સર્વે ક્રિયાઓ ભગવાન સંબંધી છે.     

       આવો,આપણે પણ SMVSના ભગીરથ કાર્યમાં સહભાગી થઈએ.અને સંસ્થાને મદદરૂપ થઈ ભગવાનના રાજીપામાં જોડાઈ જઈએ....