પરિચય

પ્રાગટ્ય : સંવત ૧૮૮૦, ચૈત્ર સુદ નોમ

પ્રાગટ્ય સ્થળ : ગામ - ચુડા, તાલુકો - ચુડા, જિલ્લો - સુરેન્દ્રનગર, રાજ્ય - ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : નાનજીભાઈ જાની

માતાનું નામ : અમૃતબા

પિતાનું નામ : કાળીદાસભાઈ જાની

ભાઈનું નામ : હરિશંકરભાઈ, પોપટભાઈ, હરજીવનભાઈ

ગુરુનું નામ : અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી

સંત દીક્ષા : સંવત ૧૮૯૬માં, વડતાલ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : સ્વામીશ્રી, બાપજી

કરેલા મહત્ત્વનાં કાર્યો :

૧. તેઓએ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાનું છડેચોક પ્રવર્તન કર્યું. એ માટે અનેક વિટંબણાઓ, કષ્ટો, તિરસ્કારો સહન કર્યા.

૨. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની ઓળખાણ કરાવી તથા તેઓનો મહિમા સમજવાની રીત જણાવી અને અનંતને બાપાશ્રીનો મહિમા સમજાવ્યો.

૩. તેઓએ ‘સદ્દગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો’રૂપી શ્રીજીમહારાજના જ સર્વોપરી ચરિત્રોનો સુંદર ગ્રંથ આપ્યો.

અનુગામી : અ.મુ. સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી

અંતર્ધાન : સંવત ૧૯૪૮, આસો સુદ એકમ

અંતર્ધાન સ્થળ : કાલુપુર - અમદાવાદ, જિ. - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : ૬૮ વર્ષ, ૫ માસ, ૨૩ દિવસ (સંવત ૧૮૮૦, ચૈત્ર સુદ નોમથી સંવત ૧૯૪૮, આસો સુદ એકમ)