26 December 2017
આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તથા મંત્રીમંડળના શપથવિધિ બાદ લોકલાડીલા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી SMVS-સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે પૂ.સંતોના આશીષ લેવા પધાર્યા હતા. સંસ્થાના વડીલ સંતશ્રી પૂ.નિર્ગુણસ્વામી તથા પૂ.નિર્લેપસ્વામીએ ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય આશિષ પાઠવ્યા હતા. સાથે ગુજરાતની ખુશહાલી માટે તથા લોક કલ્યાણનાં કાર્યો માટે સમર્પિત થઇ ઉમદા કાર્યો કરી શકે તેવા આશિષ પણ સાથે સાથે પાઠવ્યા હતા.