SMVS

સત્સંગ સાહિત્ય ડીપાર્ટમેન્ટ

સ્વામિનારાયણ ધામ, કોબા- ગાંધીનગર હાઇવે, ગાંધીનગર.

સૌને સહેજે સહેજે અહોનિશ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આકર્ષક દિવ્ય મૂર્તિના દર્શન થઇ શકે તેવા ઉમદા હેતુથી, સંસ્થા દ્વારા પ્રતિ વર્ષ કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવે છે. આપ આપની પેઢી કે સંસ્થાની જાહેરાત આ કેલેન્ડરમાં છપાવી શકો છો.

લોકોની દૃષ્ટિનું આકર્ષણ બનતા કેલેન્ડરમાં ભગવાન સ્વામિનારાયણ SMVSના કેલેન્ડરનું એક આગવું અને અનેરું સ્થાન છે. આકર્ષક શ્રીજીમહારાજની મૂર્તિ સાથે તિથિ તારીખની મનોહર રજૂઆત, જાહેર રજાઓ તથા SMVS સંસ્થાના વાર્ષિક કાર્યક્રમોની સુંદર માહિતી સાથે આ કેલેન્ડર વર્ષોથી અસંખ્ય લોકોના ઘરની ઝળહળતી દિવ્ય શોભા બની રહ્યા છે.

કેલેન્ડર છપાવવાના માટેની જરૂરી શરતો નીચે મુજબ રહેશે.

  1. કેલેન્ડરમાં તારીખીયા દિવાળી થી લઈને દિવાળી સુધીના રહેશે.
  2. કેલેન્ડરમાં આપની જાહેરાત માટે ૧૦.૨૫ ઇંચ x ૨.૨૫ ઇંચ જગ્યા મળશે.
  3. આપની પેઢી કે સંસ્થાની જાહેરાતમાં જો લોગો મુકાવવાનો હોય તો તે લોગો આપને તૈયાર કરીને ssd.assist@in.smvs.org પર મોકલવાનો રહેશે.
  4. કેલેન્ડરના ઓર્ડર સાથે જાહેરાતની વિગત તથા ૧૦૦% રકમ જમા કરાવવાની રહેશે. આ સાથે બેંકની સંપૂર્ણ વિગત નીચે જણાવેલ છે.
    • HDFC BANK : Shree Swami Sarvo Siddha Uttej Man Trust
    • Bank Account No. : 50100544571172
    • Bank IFSC Code : HDFC0001229
    • Bank Branch Name : VASNA
    • Cheque, Internet Banking, UPI Payment, NEFT, RTGS જેવા માધ્યમ દ્વારા પેમેન્ટ કરી શકાશે. (ઉપર જણાવેલ માધ્યમ દ્વારા મળેલ ચેક અથવા તો Online Payment ની વિગત બતાવે પછી ઓર્ડેર આપેલ Web Page ની અંદર વિગત ભરવાની રહેશે અને સાથે પેમેન્ટ જમા કરાવેલ તારીખ અને રકમ ભરવાની રહેશે અને ONLINE PAYMENT ની વિગત અપલોડ કરવાની રહેશે.)
  5. ઓછામાં ઓછા ૧૦૦ નંગ કેલેન્ડર છાપવાના રહેશે.
  6. કેલેન્ડર ઓછામાં ઓછા ૨૦૦ નંગ પ્રિન્ટીંગ કરી આપવામાં આવશે. જો ૨૦૦ નંગથી ઓછા નંગ હશે તો પ્રિન્ટીંગ ચાર્જ રૂ. ૩૦૦ અલગથી આપવાના રહેશે.
    • - ઓછામાં ઓછા ૨૦૦ નંગમાં કોઈ પણ એક પોઝ (બે પોઝ છપાશે નહી)
    • - ઓછામાં ઓછા ૪૦૦ નંગમાં કે તેથી વધુ નંગમાં બે પોઝ કરી શકાશે.
  7. કેલેન્ડરની જાહેરાત સીંગલ કલરમાં છપાશે. જો આપને એક કરતા વધુ કલરમાં છપાંવવી હોય તો એક કલર દીઠ રૂ. ૩૦૦ (૧૦૦૦ નંગ સુધી) વધારાનો ચાર્જ થશે.
  8. કેલેન્ડરની જાહેરાત ફોર કલરમાં છપાવવી હોય તો ફોર કલર સ્ટિકર્સ લગાવી આપવામાં આવશે. ફોર કલર સ્ટિકર્સ લગાવી આપવાના ૧૦૦૦ નંગ કે તેથી ઓછા કેલેંડરના અલગ રૂ. ૧૮૦૦ આપવાના રહેશે. (ફોર કલર ડીઝાઇન જે તે પાર્ટીએ CDR ( કોરલ ડ્રો) ની ફાઈલ માં તૈયાર કરીને આપવાની રહેશે.)
  9. કેલેન્ડરના છુટા પોઝ તથા છુટા તારીખીયા મળશે નહી.
  10. ઓર્ડર નોંધ્યા બાદ રદ્દ થશે નહી. જો ઓર્ડર રદ્દ કરવો હશે તો જમા કરાવેલ રકમ પરત કરવામાં આવશે નહી.
  11. સંસ્થામાંથી કેલેંડર માટે પોઝ ફિક્સ કરવામાં આવેલ છે. તે મુજબ છે. - મુખ્ય બે પોઝ (વાસણામંદિરના ઘનશ્યામ મહારાજ)
  12. તારીખીયા ગુજરાતી ભાષામાં જ અને ફોર કલરમાં જ છાપી આપવામાં આવશે.
  13. સંસ્થા લેવલે જે પોઝની સાઈઝ રાખવામાં આવી છે તે સાઈઝમાં જ આપને પોઝ મળશે.
  14. જે કેલેન્ડરની પાર્ટીએ GSTIN NO. આપ્યો હશે તે પાર્ટી ને GSTIN NO. સાથેનું બીલ્લ આપવામાં આવશે. જે પાર્ટીએ ફોર્મ સાથે GSTIN NO. નહી આપ્યો હોય તેને GSTIN NO. વગરનું બીલ આપવામાં આવશે અને પાછળથી કોઈપણ સુધારો કરી આપવામાં આવશે નહી. તેની ખાસ નોંધ લેવા વિનંતી. (બીલ તથા પહોંચ બનાવીને સેન્ટરમાં મોકલી આપવામાં આવશે.)
  15. ઉપર જણાવેલ શરતો દરેક સેન્ટરે ફરજિયાત રીતે પાલન કરવાની રહેશે. તેમાં કોઇ પ્રકારના સુધારા કરી શકશે નહીં. શરતો અંગેના સુધારા-વધારા સત્સંગ સાહિત્ય ડિપાર્ટમેન્ટ (SSD)ને આધીન રહેશે.