“હે મહારાજ! હે બાપા ! આ તમારું સ્થાન છે. જેમ ગોધરમાં તમે આશીર્વાદ આપ્યા છે તેમ હે મહારાજ ! અહીં કોઈ ગમે તેવો દુઃખિયો આવે; ગમે તેવી વિકટ પરિસ્થિતિવાળા આવે તો હે મહારાજ... હે બાપા... તે રાજી થકો અહીંથી જાય અને તમારી કંઈક આસ્થા રાખે, શ્રદ્ધા રાખે ને મહિમા સહિત અહીં દર્શને આવે તો તેનું આ લોકમાં તથા પરલોકમાં પૂરું કરી તેનો છેલ્લો જન્મ કરજો. જો સાચા ભાવે આસ્થા રાખશો તો જરૂર ૧૧૦% મહારાજ તમારો સંકલ્પ પૂરો કરશે.”