ધર્મસંબંધી નિયમ : (ગમે તે બે ફરજિયાત)

૧. ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.

૨. બજારૂ ખાણી-પીણીનો ત્યાગ કરીશ. (કાયમી/ચાતુર્માસ દરમ્યાન)

૩. ટી.વી., સિનેમાનો ત્યાગ કરીશ. (સીરીયલ/મેચ/સમાચાર પણ)

વાંચન-મુખપાઠ સંબંધી નિયમ : (નીચેના પહેલા બે નિયમ દરેક માટે ફરજિયાત)

૧. દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાચન કરીશ.

૨. દર મહિને ઘનશ્યામઅંકનું વાચન કરીશ.

૩. ચાતુર્માસ દરમ્યાન વચનામૃત અભિપ્રાય પુસ્તક અથવા વચનામૃતની પારાયણ કરીશ.

૪. 'પ.પૂ.બાપજી સંગે દિવ્યાનુભૂતિ' પુસ્તક ની પારાયણ કરીશ.

વૈરાગ્ય સંબંધી નિયમ : (ફરજિયાત નથી)

૧. શ્રાવણમાસ / ચાતુર્માસ દરમ્યાન એકટાણા કરીશ.

૨. શ્રાવણમાસ / ચાતુર્માસ દરમ્યાન એકાદશી નકોરડી કરીશ.

ભક્તિ સંબંધી નિયમ : (ગમે તે એક ફરજિયાત)

૧. અઠવાડિક સભામાં હાજરી આપીશ. (ફરજિયાત)

૨. દરરોજ નિત્યપૂજા મંદિરે કરીશ.

૩. દરરોજ ૧૧ માળા/પ્રદક્ષિણા/દંડવત કરીશ.

૪. વચનામૃત વર્ષ નિમિત્તે ૧૦ મિનિટ મંત્રલેખન કરીશ.

મહાત્મય સબંધી નિયમ :(ગમે તે એક ફરજિયાત)

૧. દર ગુરુવારે 'ફેમીલી ટાઈમમાં' જોડાઇશ.

૨. વેબસાઈટ પર આવતા ગુરુવર્ય પ.પૂ.બાપજી અને વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીના દર્શન, આશીર્વાદના વિડીયો નિહાળીને મહિમાસભર થઈએ.

૩. અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના લાંબા સમય સુધી દર્શન થાય તે માટે રોજ બે માળા કરીશ.

૪. રોજ ઓછામાં ઓછી પાંચ વખત તો પ્રાથના કરીશ જ.