જીવનપ્રાણ અબજીબાપાશ્રી એટલે શ્રીજીસંકલ્પમૂર્તિ. બાપાશ્રીએ સર્જેલી ક્રાંતિની સ્મૃતિઓનું આચમન મુમુક્ષુમાં અસ્મિતા પ્રગટાવે છે. વળી, તેમના મહાત્મ્યથી સભર કરે છે.
‘વર્તન વાતો કરશે’ શ્રીજીમહારાજના આ સૂત્રને બાપાશ્રીએ આગ્રહપૂર્વક દોહરાવી ત્યાગી-ગૃહી સમાજને વર્તનમાં સુસજ્જ કર્યો છે. બાપાશ્રીએ દર્શાવેલી ઉપાસનાલક્ષી, અનાદિની સ્થિતિલક્ષી અને વર્તનશુદ્ધિના જેહાદની રૂંવાડે રૂંવાડે દૃઢતા કરાવવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આ વર્ષે બે લક્ષ્યાંક આપ્યા :
- ‘અબજીબાપા એટલે મારા બાપા’ એવું ગૌરવ રાખીએ.
- બાપાશ્રીની વાતોનું વાંચન-મનન કરીએ
- પંચવર્તમાનની દ્રઢતા કરીએ
- નિર્માની થઈએ
- સ્વ-સ્વરૂપની દ્રઢતા કરીએ
- ધ્યાનના આગ્રહી બનીએ
કારણ સત્સંગના આદ્ય સ્થાપક જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ શ્રીજીસંમત સિદ્ધાંતોને ઉજાગર કરવા સર્વોપરી શુદ્ધ ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિનું જેમ છે તેમ પ્રવર્તન કર્યું. સંત-હરિભક્તોના અણીશુદ્ધ જીવન કરવા સદાકાળ યત્નશીલ રહ્યા. સંપ્રદાયની શુદ્ધિ-વૃદ્ધિ કાજે તેઓએ ભારે જહેમત ઉઠાવી અનેક ક્રાંતિકારી કાર્યો કર્યાં છે તેની અલ્પ ઝાંખી કરીએ :
શ્રીજીમહારાજે અંતિમ મંદવાડ વખતે દર્શને આવેલા કચ્છના પ્રેમીભક્તોને પોતાના અનાદિમુક્ત રૂપે કચ્છના વૃષપુર મુકામે પ્રગટ થવાના આશીર્વાદ આપ્યા.
કાળી તલાવાડીએ શ્રીજીમહારાજે દેવબાને દર્શન આપી વરદાન માંગવા કહ્યું ત્યારે દેવબાએ ‘આપના જેવો પુત્ર આપો’ એમ માંગ્યું. ત્યારે શ્રીજીમહારાજે દેવબાને પોતે પોતાના અનાદિમુક્ત દ્વારા પુત્રરૂપે પ્રગટ થવાનું વરદાન આપ્યું.
શ્રીજીમહારાજના આશીર્વાદ મુજબ શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી વૃષપુરમાં પિતા પાંચાપિતા અને માતા દેવબા થકી પ્રગટ થયા.
ભૂજ મંદિરના મહંત નિરાવરણ દૃષ્ટિવાળા સમર્થ સદગુરુશ્રી અચ્યુતદાસજી સ્વામી દ્વારા મુક્તરાજનું ‘અબજીભાઈ’ એવું નામકરણ થયું.
અમદાવાદ મંદિરે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને ધ.ધુ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે મહિમા કહી ઓળખાણ કરાવી.
બાપાશ્રીએ સૌપ્રથમ વખત મંદવાડ ગ્રહણ કર્યો. બાપાશ્રી સમાધિમાં જતાં રહ્યા જેમાં મહારાજ સાથે બાપાશ્રી કે સદગુરુ નિર્ગુણસ્વામીને ધામમાં લઇ જવાની ૨૭ દિવસની ચોવટ ચાલી.
બાપાશ્રીએ પોતાના પ્રાગટ્ય સ્થાન કે જ્યાં મહારાજે દેવબાને આશીર્વાદ આપેલા એ કાળીતલાવડીએ છત્રી કરી ચરણારવિંદ પધરાવ્યા.
બાપાશ્રીના મુખારવિંદમાંથી નીકળતી શ્રીહરિના મહિમાની જ્ઞાનગંગાને ઝીલવાનું અલૌકીક કાર્ય સદગુરુ ઈશ્વરચરણ દાસજી સ્વામીએ શરૂ કર્યું અને બાપાશ્રીની વાતોનો સંગ્રહ કરવાનું શરૂ થયું.
સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ બળદેવભાઈ શેઠ દ્વારા બાપાશ્રીને રહસ્યાર્થ વચનામૃત લખવા માટે પ્રાર્થના કરાવી. અને વચનામૃતના ગુઢાર્થ રહસ્યો સમજાવવા સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીએ બાપાશ્રીને પ્રશ્નો પૂછી વચનામૃત ટીકા લખવાની શરૂઆત કરી.
બાપાશ્રીએ અધિકમાસ ગણી પોતાના ૭૫ વર્ષ પૂરા થયા તેમ કહી અંતર્ધ્યાન થવાનો સંકલ્પ જણાવ્યો. ત્યારબાદ સદગુરુશ્રીઓ તથા બ્રહ્મચારીની પ્રાર્થનાથી બાપાશ્રીએ અંતર્ધ્યાન થવાનું ટાળ્યું.
બાપાશ્રીએ રહસ્યાર્થ વચનામૃતની સૌપ્રથમ વખત પારાયણ કરાવી.
બાપાશ્રીના અવરભાવના ૭૫ વર્ષ પૂરા થતાં બાપાશ્રીએ અંતર્ધ્યાન થવાનો સંકલ્પ કરી મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે સદગુરુશ્રીઓની પ્રાર્થનાથી બાપાશ્રીએ બીજા ૧૦ વર્ષનો સંકલ્પ વધાર્યો.
બાપાશ્રીએ દેવની મિલકત બચાવવા માટે સત્સંગ મહાસભાની સ્થાપના કરી. અને સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીને સત્સંગ મહાસભાનું સુકાન સોંપ્યુ.
બાપાશ્રીએ મૂળીના શતવાર્ષિક પાટોત્સવમાં અનેક વિઘ્નસંતોષીઓએ પાટોત્સવ બંધ રખાવા કરેલા અનેક વિઘ્નો સામે પ્રૌઢ પ્રતાપ જણાવી ભવ્ય રીતે પાટોત્સવ ઉજવ્યો.
વાસણ ગામે બાપાશ્રીએ કારણ સત્સંગના વિશ્વવ્યાપી પ્રવર્તનના પૂર્વાપર આયોજનના ભાગરૂપે પ.ભ. શ્રી જેઠાભાઈને મુક્તરાજના (ગુરુદેવ પ.પૂ બાપજી) પ્રાગટયના આશીર્વાદ આપ્યા.
બાપાશ્રીએ સ્વતંત્રપણે અંતિમ મંદવાડ ગ્રહણ કરી પોતાનો દેખાતો અવરભાવ અદ્રશ્ય કર્યો.