ચાતુર્માસના વિશેષ નિયમ - ૨૦૨૦

ધર્મસંબંધી નિયમ : (ગમે તે બે ફરજિયાત)

૧. ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.

૨. બજારૂ ખાણી-પીણીનો ત્યાગ કરીશ.

૩. મોબાઈલ, ઈન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ.

વાંચન-મુખપાઠ સંબંધી નિયમ : (નીચેના પહેલા બે નિયમ દરેક માટે ફરજિયાત)

૧. દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાચન કરીશ. (ફરજિયાત)

૨. ચાતુર્માસ દરમ્યાન બાપાશ્રીના આગ્રહો પુસ્તકની પારાયણ કરીશ. (ફરજિયાત)

૩. ચાતુર્માસ દરમ્યાન બાપાશ્રીની વાતોની પારાયણ કરીશ.

૪. 'પ.પૂ.બાપજી સંગે દિવ્યાનુભૂતિ' પુસ્તકની પારાયણ કરીશ.

૫. ઓનલાઈન સત્સંગ પરીક્ષાનો લાભ લઈશ.

ભક્તિ સંબંધી નિયમ : (ગમે તે એક ફરજિયાત)

૧. દરરોજ 30 મિનીટ ધ્યાન કરીશ.

૨. અઠવાડિક સભામાં હાજરી આપીશ.(જ્યાં સુધી મંદિરો બંધ છે ત્યાં સુધી સેન્ટરની ઓનલાઈન અઠવાડીક સભાનો લાભ લઈશ.)

૩. મહારાજની આગળ ઉચ્ચસ્વરે દરરોજ એક પ્રાર્થના કરીશ.

મહાત્મ્ય સબંધી નિયમ :(ગમે તે એક ફરજિયાત)

૧. દરરોજ ઓનલાઈન ‘ફેમીલી ટાઈમ’ સભામાં લાભ લઈશ. દર ગુરુવારે ફેમીલી ટાઈમ કરીશ.

૨. મળેલા મહારાજ અને મોટાપુરુષના મહિમાની વાત દરરોજ પાંચ વ્યક્તિને અવશ્ય કરીશ.

૩. ઠાકોરજી જમાડતી વખતે સંતો-ભક્તોના ગુણાનુવાદ કરીશ.


સ્વાસ્થ્ય સંબંધી નિયમ : (ગમે તે એક ફરજિયાત)

૧. દરરોજ 15 મિનીટ યોગા કરીશ.

૨. કોરોના વાઈરસ અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ આપેલ તમામ આજ્ઞાનું નિત્ય પાલન કરીશ.