ચાતુર્માસના વિશેષ નિયમ - ૨૦૨૧
શ્રીજીમહારાજ અને મોટાપુરુષને રાજી કરવા... ચાતુર્માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ.(ઓછામાં ઓછા ત્રણ નિયમો લેવા)
૧. ચાતુર્માસ દરમ્યાન 'મહાત્મય' પુસ્તકની પારાયણ કરીશ. (ફરજીયાત).
૨. દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાંચન કરીશ.
૩. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઉચ્ચ સ્વરે દરરોજ એક પ્રાર્થના કરીશ..
૪. દરરોજ 30 મિનીટ ધ્યાન કરીશ.
૫. બજારું ખાણીપીણીનો ત્યાગ કરીશ..
૬. મોબાઈલ, ઈન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ.
૭. ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.
શ્રાવણમાસના વિશેષ નિયમ - ૨૦૨૧ (બાળકો માટે)
શ્રીજીમહારાજ અને મોટાપુરુષને રાજી કરવા... શ્રાવણ માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ.(ઓછામાં ઓછા ત્રણ નિયમો લેવા)
૧. અઠવાડીક બાળસભાનો લાભ લઈશ.
૨. દરરોજ માતા-પિતાને ચરણસ્પર્શ કરીશ.
૩. માતા-પિતા કે વડીલોની સામે નહિ બોલું, જીદ નહિ કરું.
૪. મોબાઈલ, ઈન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ.
૫. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઉચ્ચ સ્વરે દરરોજ એક પ્રાર્થના કરીશ.
૬. શ્રીજીમહારાજને રાજી કરવા માટે દરરોજ 5 માળા કરીશ.