ચાતુર્માસના વિશેષ નિયમ - ૨૦૨૫
શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા... ચાતુર્માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ...
૧. દરરોજ જ્ઞાન-ધ્યાન ચિંતનમાં લાભ લેવા માટે મંદિરે જઈશ. (ફરજીયાત)
૨. દરરોજ સવારે પૂજામાં 'અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું હું...' આ પ્રાર્થના અવશ્ય કરીશ. (ફરજીયાત)
૩. દરરોજ એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાંચન કરીશ.
૪. દર એકાદશીએ સંકલ્પ સભાનો અને પૂનમના સમૈયાનો પ્રત્યક્ષ અથવા ઓનલાઈન લાભ લઈશ.
૫. દરરોજ પરિવારના સભ્યોને ચરણસ્પર્શ કરી જય સ્વામિનારાયણ કરીશ.
૬. ચાતુર્માસ/શ્રાવણમાસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.
૭. પરિવારમાં આત્મીયતા રાખવા માટે દર અઠવાડિયે Family Time સભાનો અવશ્ય લાભ લઈશ.
૮. દિવસમાં એકવાર જમતી વખતે મીઠી વાણી કીર્તનનું અચૂક શ્રવણ કરીશ જ.
શ્રાવણમાસના વિશેષ નિયમ - ૨૦૨૫ (બાળકો માટે)
શ્રીજીમહારાજ અને ગુરુજીને રાજી કરવા... શ્રાવણ માસ દરમ્યાન નીચેના નિયમો લઈએ...
૧. અઠવાડીક બાળસભાનો લાભ લઈશ. (ફરજીયાત)
૨. દરરોજ માતા-પિતાને ચરણસ્પર્શ કરીશ. (ફરજીયાત)
૩. માતા-પિતા કે વડીલોની સામે નહિ બોલું, જીદ નહિ કરું.
૪. મોબાઈલ, ઈન્ટરનેટનો વિવેકપૂર્વક ઉપયોગ કરીશ.
૫. શ્રીજીમહારાજની મૂર્તિ આગળ ઉચ્ચ સ્વરે દરરોજ 'અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું હું...' પ્રાર્થના કરીશ.