એસ.એમ.વી.એસ. સંસ્થાની કોરોના વાઇરસના રોગચાળા દરમ્યાનની સામાજિક સેવાઓ

સામાજિક  સેવાઓ :


ભગવાન સ્વામિનારાયણે આરંભેલ સર્વલક્ષી રચનાત્મક જનસેવાઓના મૂલ્યોનો ચીલો જીવનપ્રાણ બાપાશ્રીસદ્ગુરુશ્રીઓ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીએ સદાય જીવંત રાખ્યો છે. વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની પ્રેરણાથી ને અનુજ્ઞાથી ભારત ને વિશ્વ પર આવી પડેલ મહામારી કોરોનામાંથી પરિવારસમાજરાજ્યદેશ ને વિશ્વના લોકોને ઉગારવા માટે સામાજિક ને આધ્યાત્મિક કાર્યોની વિશાળ શૃંખલા રચાઈ છે. જેનો સેંકડો લોકો લાભ લઈ વિકટ સમયથી ઊગર્યા છે.


વર્તમાન સમયે કોરોનાને લીધે દેશ ને વિદેશમાં લૉકડાઉન પાળવાની ફરજ પડી. જેના લીધે ભારતમાં તો ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ૧૫ એપ્રિલથી ૩ મે૪ મેથી ૧૭ મે અને ૧૮ મેથી ૩૧ મે એમ ચાર ચાર તબક્કે થયેલ લૉકડાઉન તથા વિદેશમાં પણ થયેલ લૉકડાઉન દરમ્યાન દેશ-વિદેશના સામાન્ય જન સમાજની દયનીય સ્થિતિ સર્જાઈ હતી.


આ લૉકડાઉનના પ્રથમ તબક્કાથી જ દેશમાં ને વિદેશમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદને જીવન જરૂરિયાતની સામગ્રીઓ પહોંચાડવાની સાથે તેમના આત્મબળને વધારવામાં એસ.એમ.વી.એસ. સંસ્થાના ૧૦૦ પૂ. સંતો-પાર્ષદો૮૩ પૂ. ત્યાગી મહિલામુક્તો તેમજ ૫૦૦૦થી પણ વધુ કાર્યકર અને સ્વયંસેવકો સતત ખડે પગે રહ્યાં છે. એસ.એમ.વી.એસ. સંસ્થાએ મુખ્યમંત્રીના ભંડોળમાં પણ ફાળો આપ્યો છે. એસ.એમ.વી.એસ. સંસ્થા દેશ-વિદેશના સમાજ માટે વિવિધતમ જનસેવા કરી રહી છે તેની સ્મરણિકા જોઈએ...





કોરોનાની મહામારીમાં સંસ્થાના વડા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની ભલામણો :


-   સરકારના તમામ આદેશોનું પાલન કરવું.

-   સરકારના આદેશ અનુસાર ક્યાંય બહાર ન નીકળીએ અને ઘરે જ રહીએ.

-   કર્તાપણું ભગવાનનું જ છે છતાં સલામતીનાં પગલાં લેવાં અને જાગૃતિ રાખવી.

-   અનાજદવાકરિયાણું વગેરેનો બિનજરૂરી સંગ્રહ ના કરવો.

-   શ્રીજીમહારાજ જે કરુણાથી દરેકની સેવા કરતા-કરાવતા તે કરુણા આપણે દાખવવાની છે. 

-   મજૂર વર્ગ હોય કે જેમને પગાર કે રોજગાર ન મળતો હોય તેમનું ખાસ ધ્યાન રાખવું.

-   ન્યૂઝપેપરના ફેરિયાદૂધવાળાકામવાળા વગેરે નાના માણસોની ખાસ ચિંતા રાખવી.

-   લૉકડાઉન દરમ્યાન આપના ધંધામાં સ્ટાફ કામ પર આવી શકતો ન હોય પણ તેમનો પગાર કાપવો નહીં. પગાર જ તેમની આજીવિકાનું સાધન છે. આ આપણી ફરજ છે. સૌને ખાસ વિનંતી છે. ભલે સંસ્થામાં ધર્માદાની સેવા ઓછી કરવી પડે તો ઓછી કરજો પણ નાના માણસનેસ્ટાફને સાચવજો. મહારાજ ખૂબ રાજી થશે. અમે ખૂબ રાજી થઈશું.

-   મકાન ભાડે આપેલ હોય અને ભાડવાત ભાડું આપી શકે તેમ ન હોય તો ચલાવી લેજોનિર્દય ન થતાદયા રાખજો.

-   સ્વાર્થી થઈને પોતાનું એકલાનું ન વિચારવુંસૌનું વિચારવું એ આપણું કર્તવ્ય છે.

-   વિદેશમાં પણ લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ત્યાં નોકરી કરતા સેંકડોને નોકરી જાય તેવા સંજોગો દેખાય છે ત્યારે સંસ્થાનાં વિદેશનાં તમામ મંદિરો આવા જરૂરિયાતમંદ માટે ખુલ્લાં મૂકી દેવાં. મંદિરોમાં સૌ પોતાનું ઘર સમજી કોઈ ચિંતા કર્યા વગર રહેજોજમજો.

-   વિદેશના હરિભક્તોને આજ્ઞા કરી હતી કે આવા કોઈ યુવકોને કોઈ ખર્ચ લીધા વગર રાખજો. આ ખરેખરી સેવા છે માટે ખાસ કરજો.

-   વૈશ્વિક મંદી આવશે એવું લાગી રહ્યું છે ત્યારે કોઈ નવી ગાડીપ્રોપર્ટી લેવાનું વિચારતા હોય તો તે ન લેતા. બૅંકની સસ્તી લોન મળે છે તો લઈ લઈએ એવું થાય પણ એવી હિંમત ન કરતા. 

-   ફ્રી ટાઇમ મળ્યો છે તેમાં આળસુ થઈ જવાનીકુસંગી થવાની શક્યતા છે એટલે મોબાઇલલૅપટૉપ અને ઇન્ટરનેટનો દુરુપયોગ ન થાય તે સાચવજો.

-   જમવામાં ખાસ ધ્યાન રાખવું. કન્ટ્રોલ રાખવો. ત્રણ ટાઇમ જમતા હોય તો બે ટાઇમ જમવું.

-   ઘરમાં કંકાસ ન થાય તેનું ધ્યાન રાખવું. ઘરમાં કેટલી આત્મીયતા છે તેનું માપ આ સમયમાં નીકળશે.

-   રોજ સવારે તથા સાંજે સંસ્થાની વેબસાઇટ પર આરતી તથા સભા મુકાય છે તેનો લાભ લેવો અને સમયનો સદુપયોગ કરવો.



જાહેર રાહત પ્રવૃત્તિઓ :

 

કોરોના વાઇરસના રોગચાળા દરમ્યાન ગરીબ ને જરૂરિયાતમંદોને સહાય આપવા માટે ભારતમાં મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યના તેમજ વિદેશમાં પણ અમેરિકાકૅનેડાઆફ્રિકાદુબઈ આદિ દેશનાં એસ.એમ.વી.એસ. સત્સંગ મંદિરો ને કેન્દ્રો દ્વારા વિવિધ જીવનજરૂરી સામગ્રી સમગ્ર લોકડાઉન દરમ્યાન પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગરમ ભોજનઅનાજ વિતરણફૂડ પૅકેટ વિતરણશાકભાજી વિતરણ તેમજ મેડિકલ કિટ આદિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.