કોરોના મહામારી અંગે માર્ગદર્શન
સમગ્ર SMVS સમાજ માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કોરોના વાઈરસથી સાવચેત રહેવા માટેની આજ્ઞા
- દિવસ દરમ્યાન ૫ થી ૬ વખત હાથને સાબુ/લીક્વીડથી ખાસ ધોવા.
- સેનેટાઈઝરથી વારંવાર હાથને સેનેટાઈઝ કરતા રહેવું.
- સંતો-હરીભક્તોએ દિવસમાં બે વખત ગરમ (હુંફાળું) પાણી પીવું.
- દિવસ દરમ્યાન સમય કાઢી ફરજીયાત ૧૫ મિનીટ યોગા તથા પ્રાણાયામ કરવા.
- દિવસમાં ૧ વખત ૧ ચમચી હળદર અથવા સુંઠની ગોળી લઇ શકાય.
- સૌ સંતો-હરિભક્તોએ દિવસમાં એક વખત નાસ લેવો.
- મંદિર-ઓફીસ તેમજ અન્ય સ્થળ જ્યાં સંતો-હરિભક્તો નો સમૂહ ભેગો થતો હોય તો તેવા સ્થળને સમયાંતરે સેનેટાઈઝરથી સેનેટાઈઝ કરતાં રહેવું.
- દિવસમાં બે વખત આર્યુંવૈદિક ઉકાળો બનાવી લઇ શકાય.
- ઘરની બહાર નીકળતી વખતે, તથા કોઈના સંપર્કમાં આવતી વખતે ખાસ માસ્ક પહેરવું.
- શાકભાજી-ફ્રુટ તથા દુધ બહારથી આવતા હોય તો તેને પાણીથી સ્વચ્છ કર્યા બાદ જ અંદર લેવા.