આવો ગુરુપૂર્ણિમાનાં પ્રોગ્રામમાં ભાગ લેવા પૂર્વ તૈયારી કરીએ
આપ ઘરે બેઠા Online ગુરુપૂર્ણિમાના પ્રોગ્રામો – શાંતિપાઠ, ગુરુપૂજન, સમૂહઆરતી, સમૂહથાળ વગેરેનો
લાભ લો તેના ફોટોગ્રાફ્સ તથા વિડીયો લઈને info@anadimukta.org પર મોકલવા વિનંતી.
Online ગુરુજીના પૂજનનો લાભ લેવા માટેની વિગત
- એક ટીવી સ્ક્રીન અથવા લેપટોપની સ્ક્રીન પર લાભ લેવાય તેવી વ્યવસ્થા કરવી.
- ગુરુજીના પ્રથમ ગુરુપૂજનનો લાભ લેવા માટે ચંદનની વાટકી, તુલસીપત્ર અને શક્ય હોય તો ડ્રાયફ્રૂટનો હાર તૈયાર કરવો.
- Online સભામાં જે મુજબ સુચના આપવામાં આવે તે મુજબ ગુરુપૂજનનો લાભ લેવાનો રહેશે.
શાંતિપાઠનો લાભ લેવા માટેની વિગત
- ગુરુપૂર્ણિમાના પ્રારંભે ઘરના સૌ સભ્યોએ ભેગા મળી દિવ્ય શાંતિપાઠનો લાભ લેવાનો છે.
- ઘેર બેઠા દિવ્ય શાંતિપાઠનો લાભ લેવા માટે શ્રીજી મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી તથા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની મૂર્તિ આસન કરી પધરાવવી
- શાંતિપાઠ કરવા માટે ડીશ, વાટકી, ચમચી, જળ, સોપારી, તુલસીપત્ર તૈયાર રાખવું. (હાલની પરિસ્થિતિને અનુરૂપ જે સામગ્રી ઘરે હોય તેનાથી જ લાભ લેવો.)
સમૂહઆરતીનો લાભ લેવા માટેની વિગત
- આરતીનો લાભ લેવા માટે આરતીની ડીશ, ૩ દિવેટ, માચીસ તૈયાર રાખવું.
- Online સૂચના આપવામાં આવે ત્યારે ઘરના સૌ સભ્યોએ ભેગા મળી આરતીનો લાભ લેવો.
સમૂહથાળનો લાભ લેવા માટેની વિગત
- શ્રીજીમહારાજને તથા ગુરુજીને રાજી કરવા માટે સૌએ ઘરમાં સમૂહથાળ કરવાનો રહેશે.
- થાળમાં સૌ મુક્તોએ પાકો થાળ તૈયાર કરવો તથા મોહનથાળ અથવા મગસનો થાળ તૈયાર કરવાનો રહેશે.
- થાળની પ્રસાદી આજુબાજુના 5-10 ઘરે આપી શકાય તે પ્રમાણે બનાવવી.
- જે હરિભક્તના ઘરે કોઈ પણ વ્યક્તિને માંદગી હોય તેમણે અન્ય ઘરે પ્રસાદી વિતરણ કરવી નહિ.
ગુરુજીના Online દર્શનનો લાભ લેવા માટેની વિગત
- ગુરુપૂર્ણિમા નિમિત્તે દરેક સભ્યોને Online ગુરુજીના દર્શનનો લાભ મળશે. તેના માટે સૌ મુક્તોએ Zoom એપ્લીકેશનનો ઉપયોગ કરવાનો રહેશે.
- Zoomનો ID તથા દર્શનની તારીખ, સમય આપના સેન્ટરમાંથી મેળવવાના રહેશે.
ગુરુપૂર્ણિમાની ભેટ અર્પણ કરવાની વિગત
- આ અંગે વિગતવાર માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો. Online Gurupurnima Donation