ગુરુદેવ.પ.પૂ.બાપજી આપણા સૌનું જીવન છે આજ સુધી ગુરુદેવ પ.પૂ.બાપજીએ આપણા સૌ માટે અથાક દાખડા કર્યા છે. અનેક ભલામણો કરી છે અને આપણને સૌને આધ્યાત્મિક માર્ગે આગળ વધાર્યા છે. ગુરુદેવ પ.પૂ.બાપજીની અનંત ભલામણો માની અંતિમ ભલામણ છે કે સૌ આત્મીયતા રાખજો. ગુરુદેવ પ.પૂ.બાપજીની આ ભલામણને જીવનમાં ચરીતાર્થ કરવા પરિવારના સૌ સભ્યોએ સાથે મળી ઉત્સાહભેર ગુરુદેવ પ.પૂ.બાપજી પરિવાર સ્મૃતિ કાર્યકમમાં જોડાવવાનું છે.