આંતરરાષ્ટ્રીય રાહતના પ્રયાસો :
એસ.એમ.વી.એસ. સંસ્થાના યુ.એસ.એ., કૅનેડા, યુ.કે., કુવૈત, દુબઈ, કેન્યા, યુગાન્ડા, ઝામ્બિયા ને ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડનાં મંદિરો ને સત્સંગ કેન્દ્રોએ આ મહામારી સામે લડવામાં સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મુજબ સક્રિયપણે સર્વે રીતે યોગદાન અર્પણ કર્યું હતું.
એસ.એમ.વી.એસ. ચેરિટીઝના માધ્યમથી યુગાન્ડાના કંપાલા ખાતે ૪૦૦૦થી વધુ પરિવારના લોકોને ચોખા, લોટ, અનાજ તેમજ ખાદ્ય મસાલા જેવી સામગ્રીઓ પૂરી પાડવામાં આવી હતી. યુગાન્ડા સ્થિત એસ.એમ.વી.એસ. કંપાલા મંદિર ખાતે મહામારીના સમયે રક્તદાન કૅમ્પ પણ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૨૮થી વધુ સ્થાનિક ને ભારતીય લોકો જોડાયા હતા. રક્તદાન નિમિત્તે પણ ૨ કિલો ચોખા ને ૨ કિલો કઠોળની ખાદ્ય કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દુબઈથી એસ.એમ.વી.એસ. સત્સંગ કેન્દ્રમાંથી રસલખૈ, સારજહાં ને બર દુબઈ ખાતે ૩૮૦૦થી વધુ પરિવારના લોકોને ખાદ્ય કિટ પૂરી પાડવામાં આવી હતી. કૅનેડા ખાતે પણ ૩૦૦૦થી વધુ પરિવારના લોકોને ખાદ્ય સામગ્રીની કિટ વિતરણ કરવામાં આવી હતી. આમ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ એસ.એમ.વી.એસ. સંસ્થાએ ૧૪,૦૦૦થી વધુ પરિવારના લોકોને મદદ કરી, કોરોના વોરિયર્સની ભૂમિકા સક્રિયપણે તથા સક્ષમપણે નિભાવી હતી.