માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ અંગેની સુચનાઓ
- વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની રૂચિ મુજબ દરેક બાળકો, બાલિકાઓ, કિશોરો, કિશોરીઓ, યુવકો, યુવતીઓ પોતાના માતા-પિતાનું મહત્વ સમજતા થાય તથા તેમની રીસ્પેક્ટ કરતા થાય તે હેતુથી SMVS સંસ્થા દ્વારા તા. ૧૯/૦૭/૨૦૨૦ને રવિવારના રોજ રાત્રે 9 થી 10:30 (IST) ફેમીલી ટાઇમની સભામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે.
- વિશેષ લાભ :- વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે.
- આ પ્રોગ્રામમાં જોડાવા માટે નીચે આપેલ વસ્તુઓ તૈયાર કરી રાખવી.
- શ્રીજીમહારાજ, અબજીબાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી (MBBSમૂર્તિ)
- મૂર્તિ પધરાવવા એક આસન
- એક ત્રિપાઈ
- આસન (દિકરા-દિકરી તથા પુત્રવધુ દીઠ)
- બે નંગ ખુરશી (માતા-પિતાને બેસવા માટે)
- થાળી બે નંગ
- ચમચી બે નંગ
- એક વાટકી, અડધી પાણીથી ભરેલી
- સભ્યો દીઠ નાડાછડી
- 2 ટીસ્યુ પેપર (નાનું કપડું)
- પલાળેલા કંકુ સાથેની વાટકી
- સાકર
- 3 દિવેટ સાથે આરતીની ડીસ
- 1 માચીસ
- એક ત્રિપાઇ પર સ્વચ્છ આસન પાથરીને શ્રીજીમહારાજ, અબજીબાપાશ્રી, ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી (MBBS)ની મૂર્તિને બિરાજમાન કરવી.
- માતા-પિતાને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરવી. માતા-પિતાએ જોડે બેસવું. બાળકએ તેમની સામે આસન પાથરીને નીચે બેસવું.
- ઘરમાં જો દાદા-દાદી હોય તો બાળકોએ પોતાના માતા-પિતાની પૂજા કરવી અને માતા-પિતાએ તેમના માતા-પિતા એટલે કે દાદા-દાદીની પૂજા કરવી.
- SMVSના સમગ્ર સમાજે આ પ્રોગ્રામમાં જોડાવાનું રહેશે. અન્ય સગા-સંબંધી તથા મિત્રોને પણ આ ઓનલાઈન પ્રોગ્રામમાં જોડાવાનું આમંત્રણ આપી શકાય.
- આ કાર્યક્રમમાં ભાગ લઈને તેના ફોટોગ્રાફ્સ અને અભિપ્રાય અહીં ક્લિક કરી આપેલા ફોર્મ દ્વારા મોકલી આપવા.