ઓનલાઈન સત્સંગ પરીક્ષા અંગેની સૂચના
- Indiaના હરિભક્તોએ સત્સંગ પરીક્ષા આપવા માટે exam.smvs.org પર તથા વિદેશના હરિભક્તોએ satsangpariksha.org પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
- રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આપને આપના Email Id પર Log in થવા માટેનો ID અને પાસવર્ડ, પરીક્ષાની તારીખ મળશે જેના આધારે આપ જે તે દિવસે પરીક્ષા આપી શકશો.
- સત્સંગ પરીક્ષાનો સમય સવારે ૮:૦૦ વાગ્યાથી રાત્રે ૯:૦૦ (IST)વાગ્યા સુધીનો રહેશે. આ સમય પછી પરીક્ષા આપી શકાશે નહીં.
- ઓનલાઇન સત્સંગ પરીક્ષાના તમામ પ્રશ્નો MCQ રહેશે.
- તમામ સભ્યોએ ઓનલાઈન પરીક્ષાનું નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અગાઉ (ગત વર્ષે) કરેલ રજીસ્ટ્રેશન માન્ય ગણવામાં આવશે નહીં.
- સંસ્થાના આદર્શ પ્રોજેક્ટમાં જોડાયેલા તમામ મુક્તોએ (ABS, SBS, AYP, Pre-મુમુક્ષુ, Pre-AYP તથા AVP) ફરજીયાત પરીક્ષા આપવાની રહેશે.
- આ બંને પરીક્ષામાં જે મુક્તોના પ્રથમ પાંચ ક્રમાંક આવ્યા હશે તે મુક્તોને સંસ્થા લેવલે પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ તેઓના નામ ઘનશ્યામ અંકમાં તથા વેબસાઈટ પર પણ આપવામાં આવશે.
- પોતાના ID ઉપરથી પોતે જ પરીક્ષા આપવી, અન્ય સભ્યોએ આપવી નહિ કે અપાવવી નહિ.
- સત્સંગ પરીક્ષાના અભ્યાસક્રમના પુસ્તકો માટે સંસ્થાના નજીકના સેન્ટરના બુકસ્ટોલનો સંપર્ક કરવો.
- સત્સંગ પરીક્ષા અંગેનો અંતિમ નિર્ણય સત્સંગ પરીક્ષા કમિટીનો રહેશે.
ઓનલાઈન સત્સંગ પરીક્ષા India - 2021 | |||||||
પરીક્ષા | વય મર્યાદા | તારીખ | સેન્ટર | અભ્યાસક્રમ | ચેપ્ટર | ગુણ | સમય મર્યાદા (મિનીટ) |
કિશોર-યુવા સત્સંગ પરીક્ષા | 15 વર્ષથી ઉપરના વર્ગ માટે | 4 જુલાઈ 2021, રવિવાર | ઘનશ્યામનગર, નિકોલ, નરોડા, વસ્ત્રાલ, ઇસનપુર, વાસણા, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, સાણંદ, બાવળા, હિંમતનગર, બાયડ, મોડાસા, માલપુર, ગોધર, સંતરામપુર, વિરપુર, ગોધરા, હાલોલ, ઝાલોદ | મુમુક્ષુતા-1 પુસ્તક + મુમુક્ષુતા સાર-1 |
ચેપ્ટર 1 - અધ્યાત્મ માર્ગનો આધારસ્તંભ : મુમુક્ષુતા. ચેપ્ટર 3 - હું કોણ છું ? શા માટે આવ્યો છું ? + લક્ષ્યાંક 1 - હું કોણ છું ? શા માટે આવ્યો છું ? |
100 MCQ |
120 |
11 જુલાઈ 2021, રવિવાર |
રાજકોટ, જામનગર, મોરબી, ભુજ, સુરેન્દ્રનગર, વિરમગામ, ભાવનગર, ઉના, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર સેક્ટર-6, કલોલ, ચાંદખેડા, બરોડા, આણંદ, વરાછા, ડભોલી, અંકલેશ્વર, ભરૂચ, મુંબઈ, નવી મુંબઈ, પુણે, મહેસાણા, પાટણ, વિજાપુર, કડી, પાલનપુર, વિસનગર, ઊંઝા | ||||||
બાળ સત્સંગ પરીક્ષા | 15 વર્ષથી નીચેના વર્ગ માટે (ગુજરાતી) |
18 જુલાઈ 2021, રવિવાર | Indiaના તમામ સેન્ટરના બાળ-બાલિકા | શુદ્ધ ઉપાસના પ્રવર્તક ગુરુદેવ પ.પૂ. બાપજી પુસ્તિકા | ચેપ્ટર – 1 થી 5 | 50 MCQ | 60 |
15 વર્ષથી નીચેના વર્ગ માટે (English) |
A Revolutionary Satpurush Gurudev HDH Bapji | Chapter 1 to 3 | 50 MCQ | 60 |