Online Satsang Sabha Announcement
કોરોના વાયરસની મહામારીના કારણે ભારત સરકાર દ્વારા “આગામી ૨૧ દિવસ સુધી ભારત Lockdown રહેશે” તેવું જાહેર કરવામાં આવ્યું છે. તેથી ઘરે બેઠા સત્સંગના માર્ગે આગળ વધી શકાય તે માટે સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) દ્વારા Online Satsang Sabhaનું આયોજન કરેલ છે. જેની વિગત નીચે મુજબ છે. (તમામ Online સભા live.smvs.org પરથી live થશે.)
Daily Satsang
દરરોજ સવારે 10:00 AM to 11:00 AM સત્સંગનો લાભ મળશે. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દિવ્યવાણીનો લાભ આપશે.
આ સભાનો લાભ 12 કલાક સુધી Online રાખવામાં આવશે.
Family Time
દરરોજ રાત્રે 8:30 PM to 9:45 PM સત્સંગનો લાભ મળશે.
ઘર-પરિવારમાં સંપ-સુહદભાવ રહે તથા એકતાસભર વાતાવરણ રહે તે માટે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના સંકલ્પે ફેમિલી ટાઈમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ રહેશે
જયનાદ
ધૂન (કોરોનાથી વિશ્વની રક્ષા થાય તે માટે)
કથાવાર્તા
ફેમિલી ટાઈમ પહેલા સમૂહ ભોજન તથા ફેમિલી ટાઈમ બાદ સમૂહ નિયમો, ચેષ્ટા પણ કરી શકાય.
Family Timeમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તથા સંસ્થાના પૂ.વરિષ્ઠ સંતો દ્વારા લાભ મળશે.
સભા દરમ્યાન અન્ય સાથે વાતચીત, મોબાઈલ ફોનનો ઉપયોગ અથવા કોઈપણ ક્રિયામાં સમય ન બગડે તેની સંપૂર્ણ તકેદારી રાખી એકાગ્રતાપૂર્વક કથાવાર્તાનો લાભ લેવો.
Weekly Sabha
15 એપ્રિલ સુધી દર શનિવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે 8:30 થી 10:00 વાગ્યા સુધી online અઠવાડિક સભાનો લાભ મળશે. આ સભાનો લાભ બીજા દિવસે રવિવારે બપોરે 12:00 વાગ્યા સુધી મળશે. દરેક દેશના હરિભક્તોએ પરિવાર સાથે આ સભાનો ઘરે બેઠા online લાભ નીચેના સમય પ્રમાણે લેવાનો રહેશે.