હેતુ :-
SMVS એટલે શ્રીજીમહારાજનો વ્હાલો સમાજ. ગુરુદેવ પ.પૂ.બાપજી અને વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ખૂબ દાખડો કરીને શ્રીજીમહારાજ રાજી થાય તેવો વ્હાલો સંતો-હરિભક્તોનો દિવ્યજીવન જીવતો સમાજ તૈયાર કર્યો છે. આપણા સૌના જીવનમાં પણ સત્સંગના ગુણો દ્રઢ કરાવી જીવન પરિવર્તન કરાવ્યા છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ-સંજોગોમાં પણ ઉપાસના, નિયમ-ધર્મની દ્રઢતા રાખી હોય તેવા સંતો-હરિભક્તોના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે. તેમાંથી પ્રેરણા લઈ અનેક મુમુક્ષુઓ પોતાના દિવ્યજીવન બનાવી શકે તેવા હેતુથી ‘પ્રેરણાદાયી પ્રસંગ કલેકશન કોમ્પીટીશન’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કોમ્પીટીશનમાં આપણે આપણા સ્વજીવનમાં બનેલા પ્રસંગો પોતાની જાતે મોકલવાના નથી. આપણા પરિવારના સભ્યોમાં, સત્સંગમાં કે કોઈ હરિભક્તોના કે સંતોના જીવનમાં બનેલા દિવ્ય પ્રસંગોનો ખ્યાલ આપણને હોય તો તેમના પ્રસંગો આપણે લખીને સંસ્થામાં મોકલવાના રહેશે.
1. આપના દિવ્ય પ્રસંગો ચાર માધ્યમો દ્વારા પ્રસંગ કલેક્શન વિભાગમાં મોકલી શકાશે.
a. લેખન દ્વારા (આપની ડાયરી તથા કાગળમાં લખી સ્કેન કરી મોકલી શકાશે.)
b. મોબાઈલમાં ઓડિયો રેકોર્ડીંગ કરીને
c. મોબાઈલમાં વિડીયો રેકોર્ડીંગ કરીને
d. અનાદિમુક્ત વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ દ્વારા
2. ઉપરોક્ત કોઈપણ માધ્યમો દ્વારા આપે તૈયાર કરેલ પ્રસંગ info@Anadimukta.org પર મેઈલ કરવાના રહેશે. આ મેઈલ કરતી વખતે અચૂક ધ્યાન એ રાખવાનું રહેશે કે, આ અભિયાન સ્પર્ધાત્મક હોવાથી આપ જે કોઈપણ સ્વરૂપે પ્રસંગ મોકલો તેમાં આપનું પૂરું નામ, ફોન નંબર તથા સેન્ટર લખવું ફરજીયાત છે.
3. આ ‘પ્રેરણાદાયી પ્રસંગ કલેકશન કોમ્પીટીશન’ નો સમયગાળો આ મુજબ રહેશે.
તારીખ : 14/04/20 મંગળવાર થી 20/04/20 સોમવાર
આ ‘પ્રેરણાદાયી પ્રસંગ કલેકશન કોમ્પીટીશન’ નો સમયગાળો આ મુજબ રહેશે.
-
જે પહેલા પશુ જેવા હતા એમાંથી મનુષ્ય જેવા થયા હોય, મુક્ત થયા હોય.
-
જે ખૂબ વ્યસની હોય છતાં વ્યસન છૂટી ગયા હોય.
-
જેના કામ, ક્રોધ, લોભ ટળી ગયા હોય જીવન બદલાયા હોય.
-
જેના મનમુખી સ્વભાવ ટળી ગયા હોય.
-
જેમને પોતાનું તન-મન-ધન સર્વસ્વ સત્સંગ માટે સમર્પણ કર્યું હોય.
-
જેમના જીવનમાં નિયમ પાલનની અતિશે દૃઢતા હોય માથા સાટે પાળ્યા હોય.
-
જેમણે પોતાના એકના એક દીકરા અર્પણ કર્યા હોય.
-
જેમણે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હોય.
-
જેમનામાં નિષ્ઠા ઉપાસનાનું ખૂબ બળ હોય.
-
જેમણે સત્સંગનો / મહારાજ-મોટાનો ખૂબ માથા સાટે પક્ષ રાખ્યો હોય.
-
જેમણે આખા પરિવાર અને સમાજની સામે પડીને ખુબ સત્સંગ રાખ્યો હોય.
-
જે સત્સંગી સુખ દુઃખમાં ભાગીદાર થયા હોય.
-
જેમના દયાળુ સ્વભાવ થી અન્યને ખૂબ સુખ મળ્યું હોય.
-
જે ઘરમાં કે બહાર સત્સંગી કરવા ખૂબ ઘસાયા હોય - તનતોડ પ્રયત્ન કર્યા હોય.
-
જે આત્મીયતા-સંપ રાખવા રખાવવા માટે ખૂબ સહેતા હોય.
-
જેમના જીવનને જોઈને અન્ય કુટુંબીજનો-બહારના સત્સંગી થયા હોય.
-
જેમના પ્રેમ અને આગ્રહ થી અન્યના જીવન બદલાયા હોય.
-
જેમના પ્રેમથી સત્સંગમાં ટકી રહ્યા હોય.
-
નીતિમત્તા
-
મા-બાપની સેવા
-
સમાજ સેવા- માનવસેવા
-
જીવન પરિવર્તન
-
સમજણ
-
ભજન-ભક્તિના અંગ
-
સત્સંગના ગુણો જેવા કે, અંતર્વૃત્તિ, નિર્માનીપણું, સાદગી, મહિમા.. વિગેરે.
‘પ્રેરણાદાયી પ્રસંગ કલેકશન કોમ્પીટીશન’ની મૂલ્યાંકન પધ્ધતિ :-
1. આ અભિયાનમાં બાળકો, પુરુષો – મહિલાઓ સૌ કોઈ જોડાઈ શકશે. જેમનો પ્રસંગ વધુ સારો હશે તે પ્રસંગ સમાજમાં સૌને પ્રેરણા મળે તે હેતુથી ‘ભલે દયાળુ’ વોટ્સઅપ ગ્રુપ આદિ સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરવામાં આવશે.
2. દરરોજ રાત્રે મોડામાં મોડા ૧૧:૦૦ વાગ્યા સુધીમાં આપે પ્રસંગ લખીને info@anadimukta.org મેઈલ અથવા વેબસાઈટ Anadimukta.org પર સબમિટ કરવાનો રહેશે. દર બીજા દિવસે કાર્યાલય દ્વારા તેનું ચેકિંગ કરીને રીઝલ્ટ તૈયાર કરવામાં આવશે. બીજા દિવસે તેના રીઝલ્ટનું બુલેટીન આ Page પર બહાર પાડવામાં આવશે. સૌથી વધુ પ્રસંગ આપનાર સભ્ય તરીકે વ્યક્તિગત અને સૌથી વધુ પ્રસંગ આપનાર સેન્ટર તરીકે સેન્ટરવાઈઝ બંને રીતે રીઝલ્ટ જાહેર કરવામાં આવશે તથા સૌથી વધુ પ્રસંગો જે સંતો-હરિભક્તોના નોંધાયા હોય તેમને પણ રાજીપો આપવામાં આવશે..
3. આ પ્રોજેક્ટ અંગે કંઇ પણ વધુ વિગત કે જાણકારીની જરૂર હોય તો ‘8140132002’, ‘9558747300’ મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરવો.
ખાસ નોંધ :
આ અભિયાનમાં આપે કોઈપણ સ્વરૂપે (લેખિત, ઓડિયો, વિડીયો) તૈયાર કરેલ પ્રસંગ માત્ર ને માત્ર સંસ્થા સુધી જ પહોંચાડવાનો છે. તેને પોતાની રીતે ક્યાંય વાયરલ કરવાનો નથી. યોગ્યતા મુજબ સંસ્થામાંથી જ તેને પ્રકાશિત કરવામાં આવશે.