જાહેર રાહત પ્રવૃત્તિઓ :

 

કોરોના વાઇરસના રોગચાળા દરમ્યાન ગરીબ ને જરૂરિયાતમંદોને સહાય આપવા માટે ભારતમાં મહારાષ્ટ્ર તથા ગુજરાત રાજ્યના તેમજ વિદેશમાં પણ અમેરિકાકૅનેડાઆફ્રિકાદુબઈ આદિ દેશનાં એસ.એમ.વી.એસ. સત્સંગ મંદિરો ને કેન્દ્રો દ્વારા વિવિધ જીવનજરૂરી સામગ્રી સમગ્ર લોકડાઉન દરમ્યાન પૂરી પાડવામાં આવી હતી. જેમાં ગરમ ભોજનઅનાજ વિતરણફૂડ પૅકેટ વિતરણશાકભાજી વિતરણ તેમજ મેડિકલ કિટ આદિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

Photo Gallery

Video Gallery

ગરમ ભોજન : 

 

કોરોના વોરિયર્સ તેમજ ગરીબ ને જરૂરિયાતમંદ લોકો માટે ગુજરાત સરકારના આદેશે દરરોજ ગરમ ભોજન તૈયાર કરવામાં આવતું હતું. જેમાં શાકપૂરીખીચડીકઢી આદિક ગરમ વસ્તુઓ સરકારના દિશાદર્શન મુજબ તૈયાર કરવામાં આવતી હતી. લૉકડાઉન દરમ્યાન ૨ લાખથી વધુ લોકો માટે એસ.એમ.વી.એસ. સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રેરણામૂર્તિ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ હરિભક્તોને ભલામણ કરી હતી કે, “સંસ્થા તો ભોજન વિતરણ સેવા કરી રહી છે પણ સેવાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ત્યારે સરકાર કે સંસ્થા માટે બધે પહોંચી વળવું શક્ય ના બને તો હરિભક્તોતમે પણ ભોજન વિતરણની સેવામાં જોડાશો. આ માટે તમે તમારા આસપાસના ગરીબ-જરૂરિયાતમંદ વિસ્તારમાં જઈ સૌને ભોજન પૂરું પાડજો. તમે પહોંચી ના વળો તો સંસ્થાને જાણ કરજો પણ આ લૉકડાઉનના સમયમાં કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ. તમે એમના દુ:ખમાં ભાગીદાર થઈતેમને જરૂરિયાત મુજબ વસ્તુ-સામગ્રી પણ આપજો...” આટલું કહેતાં દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં નેત્રો સજળ બન્યાં હતાં. આમશ્રીહરિના દિવ્ય સત્પુરુષોની દયાળુતાએ દેશ-વિદેશના લોકોને ગરમ ભોજન પૂરું પાડી તેમનાં પેટ ઠાર્યાં હતાં. 

 

અનાજ વિતરણ :

 

દેશ-વિદેશના સમાજમાં ગરીબ-મધ્યમ વર્ગના અને જરૂરિયાતમંદ જન સમાજ માટે એસ.એમ.વી.એસ. સંસ્થાનાં મંદિરો તથા કેન્દ્રો દ્વારા સ્થાનિક ક્ષેત્રમાં મગની દાળતુવેરની દાળલોટખાંડપૌંઆચોખાતેલમસાલા આદિક વસ્તુઓની ૨૫,૦૦૦થી વધુ રેશન કિટ વિતરણ કરવામાં આવી હતી. આ કિટમાં ૧૫-૨૦ દિવસનું બે વખતનું ભોજન તૈયાર કરી શકાય તેટલા ખાદ્ય પદાર્થો આપવામાં આવ્યા હતા. જેનો લાભ ચાર લાખથી વધુ પરિવારે લીધો હતો.


ફૂડ પૅકેટ વિતરણ :

 

દરરોજ સવાર-સાંજ કોરા નાસ્તાનાં ફૂડ પૅકેટ તૈયાર કરવામાં આવતાં હતાં. દુર્ગમ વિસ્તારો તેમજ આંતરરાજ્યમાં જ્યાં ભોજનની વ્યવસ્થા પહોંચાડવી શક્ય ન હતી તેમના માટે પરોઠાપૂરીગાંઠિયાપૌંઆ તેમજ મમરા આદિકના ફૂડ પૅકેટ તૈયાર કરવામાં આવ્યાં હતાં. વળીસંસ્થા દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સેવા બજાવતા પોલિસ કર્મીઓને પણ લીંબુ પાણીના શરબતના પાઉચ પણ એક અઠવાડિયા સુધી સવાર-સાંજ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આમએસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ૨૦,૦૦૦થી વધુ પરિવારો માટે ફૂડ પૅકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

શાકભાજી વિતરણ :

 

લૉકડાઉન દરમ્યાન તાજાં શાક જેવાં કે દૂધીબટાકારીંગણાંકોબીમરચાંલીંબુઆદું વગેરેની ત્રણ કે ચાર કિલોની કિટ તૈયાર કરીને દર ચાર દિવસે વિતરણ કરવામાં આવતી હતી. એસ.એમ.વી.એસ. દ્વારા ૨ લાખથી વધુ પરિવારને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું હતું.