સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા અને અનાદિમુક્તની સ્થિતિ આ બે સનાતન સિદ્ધાંતોના રહસ્યજ્ઞાનને સમજાવવા તથા તેનું પ્રવર્તન કરવા માટે જ જેમનું શ્રીજીસંકલ્પથી પ્રાગટ્ય થયું હતું એવા જીવનપ્રાણ અબજીબાપાશ્રી. તેઓએ આ લોકમાં પ્રગટ થઈ જે કાંઈ શ્રીજીસંમત સનાતન સિદ્ધાંતો વચનામૃત ગ્રંથના જ બાધ-બાધાંતરોથી સમજાવ્યા...
બાપાશ્રીની વાતોના બંને ભાગો અમૃતરસથી છલકાતાં, ઝરણા જેવાં શીતળ જ્ઞાનજળથી ભરેલા છે કે જે વાંચતા જ શાંતિ શાંતિ થઈ જાય છે. આ દિવ્ય ગ્રંથનું દરેક વાક્ય અને પાને પાનું વાંચીને ટાઢું ટાઢું થઈ જાય છે. બાપાશ્રીના મુખકમળમાંથી જ્ઞાનરસ ડગલે ને પગલે સરતો જ હતો. શબ્દ ને વાક્યે ટપકતો જ હતો. એ દિવ્યતાથી ભરેલો જ્ઞાનરસસભર ગ્રંથ એટલે ‘બાપાશ્રીની વાતો’.