240માં હરિનવમીના પ્રોગ્રામની ઓનલાઈન ઉજવણી નિમિતે સુચના
તા. 21/04/2021, બુધવારના રોજ હરિનવમીનો પ્રોગ્રામ છે. તમામ હરિભક્તોએ ઘરેથી જ આ હરિનવમીના પ્રોગ્રામમાં લાભ લેવાનો છે જેની વિગતે સુચના નીચે મુજબ છે.
- દરેક હરિભક્તોએ શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ એકાદશીની જેમ હરિનવમીના દિવસે ફરાળ કરીને ઉપવાસ કરવો.
- આ દિવસે સભાનો સમય રાત્રે 8:30 થી 10:30 સુધીનો રહેશે. જેનો LIVE લાભ મળશે.
- રાત્રે 8:30 થી 10:10 વાગ્યા સુધી ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણીનો લાભ મળશે.
- રાત્રે 10:10 પ્રાગટ્યની આરતી
સૌ હરિભક્તોએ પણ ઘરે આરતી તૈયાર રાખવી અને સમૂહમાં ઘરના સભ્યોએ સમૂહ આરતી ઉતારવી. આ દિવસે ઘરમંદિરમાં ઠાકોરજીને રાત્રે 10:30 વાગ્યે પોઢાડવા.
- શક્ય હોય તો ઘરે ઠાકોરજીને ઝુલાવવા માટે પારણિયું તૈયાર કરવું. (કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી ઘરમાં પ્રાપ્ય વસ્તુઓથી જ પારણિયું તૈયાર કરવું.)
- આરતી બાદ પ્રાગટ્યના આનંદના તથા ઓચ્છવના પદો બોલાશે જેનો પણ LIVE લાભ મળશે. ઘરના સૌ સભ્યોએ પણ સાથે કીર્તન બોલવા અને ઝીલાવવા.
- ઓનલાઈન પ્રોગ્રામમાં સમૂહથાળ થશે. જેમાં ઘરે ઘરે ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય બાદ ઠાકોરજી માટે પાકો થાળ તૈયાર કરવો. શક્ય હોય તો ઘરે પંચાજીરીની પ્રસાદી બનાવવી. આ દિવસે હરિનવમીનો ઉપવાસ હોવાથી ઠાકોરજીને ધરાવેલ પાકા થાળની પ્રસાદી બીજા દિવસે લેવી.
- ઘરમંદિરમાં થાળ ધરાવ્યા બાદ ઠાકોરજીને પોઢાડવા.
- કોઈ હરિભક્તોએ હરિનવમીના પ્રોગ્રામ માટે મંદિરે લાભ લેવા જવાનું નથી. તમામ મુક્તોએ ઓનલાઈન ઘરેથી જ લાભ લેવાનો રહેશે.
- હરિનવમીની ઉજવણીનો ઓનલાઈન live લાભ લેવા આપના મિત્રો તથા સગા-સંબંધીને પ્રેરણા કરવી અને સભાની લિંક વોટસએપ દ્વારા મોકલવી.