મૂર્તિ બનાવવા માટેની જરૂરી શરતો નીચે મુજબ છે (Terms & Conditions)

૧. ઓર્ડર ફોર્મમાં આપે જણાવેલ મોબાઈલ પર સત્સંગ સાહિત્ય ડીપાર્ટમેન્ટ (SSD)માંથી ફોન કરવામાં આવશે અને આપેલ જણાવેલ વિગત પ્રમાણે મૂર્તિની જે રકમ થતી હશે તેની જાણકારી આપવામાં આવશે.
૨. મૂર્તિનો ઓર્ડર ફાઈનલ થયા બાદ ૧૦૦ % રકમ જમા કરાવવાની રહેશે.
૩. મૂર્તિની રકમ કેશ અથવાતો ચેક રૂપે જમા કરાવી શકાશે બેંકની સંપૂર્ણ વિગત આપ જયારે મૂર્તિનું ઓર્ડર ફોર્મ સબમિટ કરશો ત્યારે આપના મોબાઈલ પર મેસેજ ધ્વારા આવી જશે.
૪. ઓર્ડર ફાઈનલ થયા બાદ રદ થશે નહિ. જો ઓર્ડર રદ કરવો હશે તો જમા કરાવેલ રકમ પરત કરવામાં આવશે નહિ.
૫. મૂર્તિની રકમ જમા થયા બાદ મૂર્તિ બનાવવાની પ્રોસેસ શરૂ કરવામાં આવશે અને અંદાજીત ૧૦ દિવસમાં મૂર્તિ તૈયાર કરવાનો સમય લાગશે તથા વરખ મૂર્તિમાં અંદાજીત ૩૦ દિવસનો સમય લાગશે.
૬. કોઈ કારણોસર ઉપર જણાવેલ મૂર્તિ તૈયાર કરવામાં વધારે સમય લાગશે તો તે અંગેની જાણ સત્સંગ સાહિત્ય ડીપાર્ટમેન્ટ (SSD) ધ્વારા ફોનથી કરવામાં આવશે.
૭. મૂર્તિની ડિલીવરી આપે જણાવેલ સેન્ટરમાં કરવામાં આવશે ત્યારે તેની જાણ સત્સંગ સાહિત્ય ડીપાર્ટમેન્ટ (SSD) ધ્વારા ફોનથી કરવામાં આવશે ત્યાર બાદ આપે સેન્ટરમાંથી મૂર્તિ મેળવવાની રહેશે. (મૂર્તિની ડિલીવરી સત્સંગ સાહિત્ય ડીપાર્ટમેન્ટ (SSD)ની સાનુંકુળતાએ સેન્ટરમાં કરવામાં આવશે)
૮. મૂર્તિની ડિલીવરી તત્કાલ લેવી હોયતો સત્સંગ સાહિત્ય ડીપાર્ટમેન્ટ (SSD), સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતેથી મેળવવાની રહેશે.
૯. ઉપર જણાવેલ શરતો ફરજિયાત રીતે પાલન કરવાનું રહેશે. તેમાં કોઈ પ્રકારના સુધારા કરી શકાશે નહિ. શરતો અંગેના સુધારા-વધારા સત્સંગ સાહિત્ય ડીપાર્ટમેન્ટ (SSD) ને આધીન રહેશે.