× Show All
 

Honorable Chief Minister Of Gujarat Shri Bhupendrabhai Patel At Swaminarayan Dham, Gandhinagar

ગુજરાતનાં નવનિયુક્ત માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજભવન ખાતે શપથવિધી બાદ સૌથી પહેલા સ્વામિનારાયણ ધામ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં વડા ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પસ્વામીશ્રીનાં આશીર્વાદ લેવા પધાર્યા હતા.

આજ રોજ તા.13/09/2021  નાં રોજ ગાંધીનગર-રાજભવન ખાતે શપથવિધિ બાદ તુર્ત જ મુખ્યમંત્રીશ્રી SMVS સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણનાં દર્શન તથા SMVS સ્વામિનારાયણ સંસ્થાનાં વડા ગુરુવર્ય પ.પૂ.સત્યસંકલ્પ સ્વામીશ્રીનાં દર્શન, આશીર્વાદ લેવા પધાર્યા હતા.

સંસ્થાના વડીલ સંતોએ તેમને મંદિર પરિસરમાં આવકાર્યા હતા. ત્યારબાદ તેઓએ સંસ્થાનાં આદ્ય સ્થાપક ગુરુદેવ પ.પૂ.બાપજીનાં સ્મૃતિ સ્થળ “અનાદિમુક્ત પીઠીકા” આગળ પુષ્પ વધાવી દર્શન કર્યા હતા. અનાદીમુક્ત પીઠીકાનાં દર્શન કરી તેઓ સ્વામિનારાયણ ભદિરે પધાર્યા હતા.

મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યા બાદ  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુરુવર્ય પ.પૂ. સત્યસંકલ્પસ્વામીશ્રીએ હસ્તમાં રક્ષા બાંધી, પેંડાથી મોં મીઠું કરાવ્યુ હતું તથા ગુજરાત રાજ્યનાં નાનામાં નાના છેવાડાનાં વ્યક્તિની ખુબ સેવા થાય અને ગુજરાત પ્રગતિનાં શ્રેષ્ઠ શિખરો સર કરે તેવી શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવ્યા હતા.

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'mcrypt' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: