અમારી સાથે જોડાવ

અમારી SMVS સંસ્થાનો પરિચય મેળવ્યા બાદ આપ સંસ્થાની સામાજીક પ્રવૃત્તિ કે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાવા ઈચ્છતા હોવ તથા સંસ્થાના જ્ઞાન અને સિદ્ધાંતોનો વધુ અભ્યાસ કરવા માંગતા હોય તો નીચેના ચાર માધ્યમો દ્વારા આપ અમારી સંસ્થા સાથે જોડાઈ શકો છો.

સ્વાસ્થ્ય જાગૃતિ

 

  1. સામયિક (Magazine) :
  2. સંસ્થાના જ્ઞાન-સિદ્ધાંતોને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડતું અને સંસ્થામાં થતી આધ્યાત્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓનો ટૂંકો અહેવાલ રજૂ કરતું સંસ્થાનું મુખપત્ર એટલે ઘનશ્યામ સામયિક. જે દર મહિનાની 10મી તારીખે પ્રકાશિત થાય છે. સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ સામયિકની PDF અને તેનો ઓડિયો સંસ્થાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. વળી, આપ SMVS સંસ્થાના નજીકના કોઈપણ સેન્ટરમાં જઈ લવાજમ ચૂકવી તેના ગ્રાહક થઈ શકો છો.

     

  3. વેબસાઈટ (Website) :
  4. દિન-પ્રતિદિન ટૅકનોલોજી વ્યાપ વધતો જાય છે ત્યારે સંસ્થામાં થતા ઉત્સવ-સમૈયા, કથાવાર્તા તથા અનેક આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિનો સમાજની દરેક વ્યક્તિ સરળતાથી લાભ લઈ શકે તેવા હેતુથી સાંપ્રત યુગને અનુલક્ષીને નૂતન સ્વરૂપે ‘www.smvs.org’ વેબસાઈટ પ્રકાશિત કરવામાં આવી છે.

    જેમાં Video, 5 Min Satsang, Daily Darshan, Events, Audio, Publication, Download, Updates ઇત્યાદિક ઘણા ફીચર્સથી આ વેબસાઈટને સમૃદ્ધ કરવામાં આવી છે. આ સિવાય પણ સંસ્થાની અન્ય વેબસાઈટ્સનો લાભ ઉપલબ્ધ છે.

    અમારી સાથે સતત સંપર્કમાં રહેવા તથા સંસ્થાની પ્રવૃતિઓથી માહિતગાર રહેવા આ વેબસાઈટની વિઝિટ અવશ્ય કરતા રહેશો.

     

  5. પ્રકાશન (Publication) :
  6. સમાજના આધ્યાત્મિક અને સામાજિક ઉત્કર્ષ માટે સંસ્થા દ્વારા અનેક સાહિત્યિક અને દ્રશ્ય-શ્રાવ્ય પ્રકાશનો પ્રકાશિત કરવામાં આવે છે. આ પ્રકાશનોનો લાભ લઈ સમાજના અનેક મુમુક્ષુઓની આધ્યાત્મિક તૃષા છિપાઈ છે. અનેક મુમુક્ષુઓ પોતાનું જીવન પરિવર્તન કરી સત્સંગના રંગે રંગાયા છે. સંસ્થાના આવા અનેક પ્રકાશનો સંસ્થાની વેબસાઈટમાં ‘Publication’ વિભાગમાં નિ:શુલ્ક ઉપલબ્ધ છે. વળી, સંસ્થાના દેશ-પરદેશના તમામ મંદિરોમાં બુકસ્ટોલની સેવા દ્વારા ઉપલબ્ધ છે.

     

  7. Social Media :
  8. આજના મોબાઈલ યુગમાં સંસ્થા દ્વારા સોશિયલ મિડિયાના માધ્યમથી સત્સંગની ઉપલબ્ધી થવાથી હજારો મુમુક્ષુઓ માટે વેરાન રણ જેવા પ્રદેશમાં પણ લીલોતરી છવાઈ છે.

    સોશિયલ મિડિયા દ્વારા સત્સંગને સવિશેષ પુષ્ટિ મળી રહે તે માટે સંસ્થા દ્વારા ‘ભલે દયાળુ વોટ્સએપ ગ્રુપ’, ‘ફેસબુક’, ‘ઇન્સ્ટાગ્રામ’, ‘ટેલિગ્રામ’ તથા ‘યુ ટ્યૂબ’ ચેનલ આદિ માધ્યમો શરૂ કરવામાં આવ્યા છે.

    સત્સંગની સવિશેષ પૃષ્ટિ માટે સંસ્થા દ્વારા ચાલતાં સોશિયલ મીડિયાનાં આ માધ્યમો સાથે અવશ્ય જોડાઈએ.