અમે શું કરીએ છીએ ?

ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ માટે કહેતા હોય છે કે “SMVS સંસ્થા એ ભગવાન સ્વામિનારાયણનો એક સંકલ્પ છે. તેના સ્થાપક, પ્રયોજક, આયોજક અને કર્તા એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ જ છે. ભગવાન સ્વામિનારાયણે પ્રારંભેલ આધ્યાત્મિક તથા સામાજિક કાર્યો આ SMVS સંસ્થાના માધ્યમ દ્વારા જનસમુદાય સુધી પહોંચી રહ્યાં છે. જેમાં સંસ્થા કે સંતો-હરિભક્તો કશું જ નથી કરતા. ભગવાનનું કાર્ય ભગવાન કરે છે.”

આધ્યાત્મિક અને સામાજિક બંને પ્રવૃત્તિ માટે સંસ્થા દરેક વ્યક્તિને પ્રેરણા આપી પ્રોત્સાહિત કરે છે. SMVS સંસ્થા દ્વારા 33 કરતાં પણ વધુ પ્રકારની પ્રવૃત્તિઓ નિ:સ્વાર્થભાવે SMVS ચેરિટિઝના માધ્યમે સમાજ સેવા માટે કાર્યરત છે. સમાજસેવાની આ પ્રવૃત્તિઓના વિશેષ અભ્યાસ માટે તેને મુખ્ય 9 વિભાગમાં વિભાજિત કરેલ છે.