SMVS ચેરિટિઝ
દેશ-વિદેશમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, સામાજિક અને રાહત સેવાકાર્યો કરનારની સક્રિય ચેરિટિઝ છે. આ ચેરિટિઝમાં સ્થાનિક તેમજ વૈશ્વિક કક્ષાએ નિ:સ્વાર્થભાવે સેવા કરનાર હજારો સ્વયંસેવકો જોડાયેલા છે.
SMVS ચેરિટિઝ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક તથા રાહતકાર્યો ક્ષેત્રે મહત્ત્વની સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. આવા વિધ વિધ ક્ષેત્રોમાં અવનવા માનવતાવાદી કાર્યક્રમોની નિરંતર શૃંખલાઓ યોજી જનહિતનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આ ચેરિટિઝનો એકમાત્ર ધ્યેય સમાજ, રાષ્ટ્ર તથા માનવના ઉત્થાનનો જ છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રેરણાથી એસ.એમ.વી.એસ. ચેરિટિઝની સ્થાપના 27 મે, ઈ.સ. 2015માં કરવામાં આવી હતી. એસ.એમ.વી.એસ. ચેરિટિઝના માધ્યમથી દેશ-વિદેશની માનવપ્રેમી સંસ્થાઓ તથા વ્યક્તિઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક સ્તરે સેવાની તક પૂરી પાડવામાં આવે છે. તેઓ સ્વયંસેવક તરીકે તથા આર્થિક તેમજ પ્રાસાધાનિક સેવાઓ પૂરી પાડતા હોય છે.
સત્ય, અહિંસા, પ્રામાણિકતા, કૌટુંબિક એકતા આદિ સામાન્ય આચરણથી માંડીને આધ્યાત્મિક દિવ્ય આચરણોનું સિંચન કરનાર અગ્રગણ્ય ચેરિટિઝ છે. ભારત, યુ.કે., અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, કેન્યા, યુગાન્ડા, બહેરીન, દુબઈ આદિ દેશોમાં સર્વજનહિતાવહ એવા સામાજિક સેવાકાર્યોમાં પણ એસ.એમ.વી.એસ. ચેરિટિઝ ભગીરથી બની રહી છે. એસ.એમ.વી.એસ. ચેરિટિઝની સેવા-પરિચર્યાના અજવાળાં સર્વત્ર જનમાનસમાં પથરાયાં છે.
આમ, એસ.એમ.વી.એસ. ચેરિટિઝ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ ઉત્થાન કક્ષાના સર્વાંગી કાર્યક્રમો કરીને માનવતાનું સીમાચિહ્ન માધ્યમ બની રહ્યું છે.