સમયરેખા

એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા કાર્યરત આવી અનેકવિધ પ્રવૃત્તિઓની અલપ-ઝલપ અત્રે પ્રસ્તુત કરેલ છે:

ઈ.સ. 1781

સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું છપૈયાપુર ને વિશે પ્રાગટ્ય થયું અને ઘનશ્યામ નામ ધારણ કર્યું.

ઈ.સ. 1781

ઈડર તાલુકાના ટોરડા ગામે સદગુરુ ગોપાળાનંદસ્વામીનું પ્રાગટ્ય થયું.

ઈ.સ. 1792

શ્રીજીમહારાજે અગિયાર વર્ષની નાની વયે ગૃહત્યાગ કર્યો અને અનંત જીવોના કલ્યાણ અર્થે કલ્યાણયાત્રા આરંભી.

ઈ.સ. 1799

નિલકંઠવર્ણીએ લોજ મુકામે વનવિચરણ પૂરું કર્યું અને સદગુરુ મુક્તાનંદસ્વામી સાથે પ્રથમ મિલન થયું.

ઈ.સ. 1800

સદ્દ.રામાનંદસ્વામી અને નિલકંઠવર્ણીનું પ્રથમ મિલન થયું.

નિલકંઠવર્ણીએ પીપલાણા મુકામે સદ્દ. રામાનંદસ્વામી થકી મહા દીક્ષા ગ્રહણ કરી. અને સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું.

ઈ.સ. 1801

જેતપુર મુકામે રામાનંદસ્વામીએ સહજાનંદસ્વામીનો પટ્ટાભિષેક કરી પોતાની ધર્મધુરા સોપી.

ઈ.સ. 1801

ભગવાન સ્વામિનારાયણે ફણેણી સ્વમુખે પોતાના સ્વામિનારાયણ મહામંત્રનો ઉદઘોષ કર્યો.

ઈ.સ. 1804

શ્રીજીમહારાજે કાલવાણી એકસાથે 500 પરમહંસોને દીક્ષા આપી.

ઈ.સ. 1808

ભગવાન સ્વામિનારાયણ થકી સદ્દ. ગોપાળાનંદસ્વામીએ મહાદીક્ષા ગ્રહણ કરી.

ઈ.સ. 1819

શ્રીજીમહારાજની સ્વમુખવાણી વચનામૃતના લેખનકાર્યનો શુભારંભ થયો.

ઈ.સ. 1824

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે સદ્દ. નિર્ગુણદાસજીસ્વામીનું પ્રાગટ્ય થયું.

ઈ.સ. 1826

વડતાલ મુકામે સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરૂપ શિક્ષાપત્રી શ્રીજીમહારાજે  સ્વહસ્તે લખી.

ઈ.સ. 1829

વચનામૃતનું લેખનકાર્ય પૂરું થયું.

ઈ.સ. 1830

શ્રીજીમહારાજે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને બંને દેશ અને આચાર્યોના ઉપરી કરી પોતાના આધ્યાત્મિક વારસદાર નિમ્યા.

ઈ.સ. 1830

શ્રીજીમહારાજ પોતાનો દેખાતો અવરભાવ અદ્રશ્ય કર્યો.

ઈ.સ. 1840

સદગુરુ નિર્ગુણદાસજીસ્વામીએ વડતાલ મુકામે મહાદીક્ષા ગ્રહણ કરી.

ઈ.સ. 1844

કચ્છના બળદિયા ગામે જીવનપ્રાણ અબજીબાપાશ્રી  પ્રગટ્યા.

ઈ.સ. 1850

સદગુરુ વૃંદાવનદાસજીસ્વામીનું કચ્છના ભારાસર ગામે પ્રાગટ્ય થયું.

ઈ.સ. 1852

સદગુરુ ગોપાળાનંદસ્વામી આલોકમાંથી સ્વતંત્રપણે અંતર્ધ્યાન થયા.

ઈ.સ. 1862

અમદાવાદ જિલ્લાના અસલાલી ગામે સદગુરુ ઈશ્વરચરણદાસજીસ્વામીનું પ્રાગટ્ય થયું.

ઈ.સ. 1868

સદગુરુ વૃંદાવનદાસજીસ્વામીએ અમદાવાદ મુકામે મહાદીક્ષા ગ્રહણ કરી.

ઈ.સ. 1880

સુરેન્દ્રનગર જિલ્લાના ચાણપર ગામે સદગુરુ મુનિસ્વામીનું પ્રાગટ્ય થયું.

ઈ.સ. 1886

સદગુરુ ઈશ્વરચરણદાસજીસ્વામીએ અમદાવાદ મુકામે મહાદીક્ષા ગ્રહણ કરી.

ઈ.સ. 1892

સદગુરુ નિર્ગુણદાસજીસ્વામી સ્વતંત્રપણે આલોકમાંથી અંતર્ધ્યાનથયા.

ઈ.સ. 1895

સદગુરુ મુનિસ્વામીએ મહાદીક્ષા ગ્રહણ કરી.

ઈ.સ. 1906

રહસ્યાર્થ વચનામૃત અને બાપાશ્રીની વાતોના સંગ્રહ કરવાનું કાર્ય સદગુરુ ઈશ્વરચરણદાસજીસ્વામીએ શરૂ કર્યું.

ઈ.સ. 1923

જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ જેઠાભાઇને “આધા તુમ્હારા અને આધાર હમારા” આશીર્વાદ આપ્યા.

ઈ.સ. 1928

બાપાશ્રી સ્વતંત્રપણે આલોકમાંથી અંતર્ધ્યાન થયા.

ઈ.સ. 1933

બાપાશ્રીના આશીર્વાદ મુજબ દેવુભાઇનું (વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજીનું) વિરમગામ તાલુકાના વાસણ ગામે પ્રાગટ્ય થયું.

ઈ.સ. 1942

સદગુરુ ઈશ્વરચરણદાસજીસ્વામી સ્વતંત્રપણે આલોકમાંથી અંતર્ધ્યાન થયા.

ઈ.સ. 1944

સદગુરુ વૃંદાવનદાસજીસ્વામી આ લોકમાંથી સ્વતંત્રપણે અંતર્ધ્યાન થયા.

ઈ.સ. 1953

દેવુભાઇએ  પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર કરવાના પૂર્વાપર ભાગરૂપે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના પ્રાગટ્યના દિવ્ય આશીર્વાદ સમર્થ સદ્દગુરુ મુનિબાપાને પ્રાર્થના કરી અપાવ્યા.

ઈ.સ. 1956

ગુરુવર્ય પ.પૂ બાપજીએ ભાગવતી સંતદીક્ષા ગ્રહણ કરી ‘સાધુ દેવનંદનદાસજી’ એવું નામ ધારણ કર્યું.

ઈ.સ. 1959

ગુરુવર્ય પ.પૂ.બાપજીના લાડીલા ઘનશ્યામનું (પ.પૂ.સ્વામીશ્રીનું) દદુકા મુકામે પ્રાગટ્ય થયું.

ઈ.સ. 1968

સદ્‌. મુનિસ્વામીએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને પોતાના સિદ્ધાંતોનો વારસો આપી કારણ સત્સંગની દિવ્ય અમીરપેઢીના અમીર વારસદાર કર્યા.

ઈ.સ. 1969-70 

શ્રીજીમહારાજ અને જીવનપ્રાણ અબજીબાપાશ્રીના સર્વોત્તમ સિદ્ધાંતોના વિશ્વવ્યાપી પ્રવર્તન કાજે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મલેકસાબાન સ્ટેડીયમની પાળે સભાનો પ્રારંભ કર્યો. અને ઓઢવ વિસ્તાર ખાતે ઘનશ્યામનગર મંદિરનો શિલાન્યાસ કર્યો.

ઈ.સ. 1974

અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ઘનશ્યામનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌપ્રથમ શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિર રચી સ્વામિનારાયણ ભગવાનનો અધૂરો સંકલ્પ પૂર્ણ કર્યો અને સંપ્રદાયમાં શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરો રચવાનો ક્રાંતિકારી પ્રારંભ થયો.

ઈ.સ. 1974

સદગુરુ મુનિસ્વામી સ્વતંત્રપણે આલોકમાંથી અંતર્ધ્યાન થયા.

ઈ.સ. 1976

એસ.એમ.વી.એસ. સંસ્થાના માસિક સામયિક ‘ઘનશ્યામ’ નો પ્રારંભ થયો.

ઈ.સ. 1978

ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે મુક્તરાજ ઘનશ્યામભાઈ (વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી)નું મોટા મંદિરે પ્રથમ મિલન થયું.

ઈ.સ. 1979

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ શહેરી વિસ્તારના હરિભક્તોને સત્સંગનો લાભ આપી બળિયા રાખવા માટે અમદાવાદની લાંબેશ્વરની પોળમાં સત્સંગ કેન્દ્રરૂપે મકાનમાં સત્સંગ સભાનો પ્રારંભ કર્યો.

ઈ.સ. 1980

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પોતાના સર્વશ્રેષ્ઠ શિષ્ય તેમજ આધ્યાત્મિક અનુગામી સત્પુરુષ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને ભાગવતી સંતદીક્ષા આપી, ‘સાધુ સત્યસંકલ્પદાસ’ એવું નામકરણ કર્યું.

ઈ.સ. 1981

ભગવાન સ્વામિનારાયણનો 200મા પ્રાગટ્ય પર્વે દ્વિશતાબ્દી મહોત્સવ ઘનશ્યામનગર મંદિરે ઊજવાયો.

ઈ.સ. 1984

શ્રીજીમહારાજ અને બાપાશ્રીના સિદ્ધાંત પ્રવર્તન કાજે ગુરુવર્ય પ.પૂ. બાપજી સાંપ્રદાયિક બંધનોમાંથી નિર્બંધ થયા.

ઈ.સ. 1984

ઘનશ્યામનગર મંદિરનો દશાબ્દી ઉત્સવ ઊજવાયો.

ઈ.સ. 1986

દ્વિતીય શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરની ઇસનપુર ખાતે રચના થઈ..

ઈ.સ. 1987

શ્રીજીમહારાજના સંકલ્પપૂર્તિ સ્થાન વાસણા ખાતે શુદ્ધ ઉપાસના યુક્ત ભવ્ય પ્રથમ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરીને સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS)ની સ્થાપના કરી.

ઈ.સ. 1987

સંસ્કારોના સિંચન માટે “સ્વામિનારાયણ દિગ્વિજયમંડળ” અન્વયે બાળ-બાલિકા, કિશોર-યુવક મંડળ સ્થપાયા.

ઈ.સ. 1993

બાપાશ્રી મહોત્સવનો પૂર્વ તબક્કારૂપે બાપાશ્રી મહોત્સવ લુણાવાડા ખાતે ઉજવાયો.

ઈ.સ. 1995

‘જીવનપ્રાણ અબજીબાપાશ્રી સાર્ધ શતાબ્દી મહોત્સવ’ માત્ર 14 સંતોના અથાગ પ્રયત્નો દ્વારા ભવ્યતાથી ઉજવાયો..

ઈ.સ. 1995

ગુરુવર્ય પ.પૂ.બાપજી અને વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિદેશ વિચરણ અર્થે સૌપ્રથમ લંડન પધાર્યા અને વિદેશની ભૂમિ પર કારણ સત્સંગનાં બીજ રોપ્યાં.

ઈ.સ. 1996

ગુરુવર્ય પ.પૂ.બાપજી અને વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી સૌપ્રથમ અમેરિકા અને કુવૈત ખાતે વિચરણ અર્થે પધાર્યા અને કારણ સત્સંગનાં બીજ રોપાયાં.

ઈ.સ. 2001

મહિલા વર્ગના આધ્યાત્મિક-સામાજિક ઉત્કર્ષ માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રેરણાથી ત્યાગી મહિલામુક્તોના ‘ભક્તિનિવાસ’ એકમની સ્થાપના થઈ.

ઈસ.2001

સ્વામિનારાયણ ધામ ખાતે ભવ્ય સ્વામિનારાયણ મહામંત્ર દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવાયો.

ઈ.સ. 2002

ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ ધામનું નિર્માણ થયું અને SMVS સંસ્થાના મુખ્ય વડામથકની સ્થાપના થઈ.

ઈ.સ. 2002

દેશ અને સમાજનું ભાવિ ઉજ્જ્વળ બનાવવા અને સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે ગુરુકુલની સ્થાપના કરવામાં આવી.

ઈ.સ. 2003

વિદેશની ભૂમિ પર અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટમાં જર્સીસિટી ખાતે સૌપ્રથમ સર્વોપરી શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરનું નિર્માણ થયું અને કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો મંગલ પ્રારંભ થયો.

ઈ.સ. 2006

વચનામૃત રહસ્યાર્થ દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઊજવાયો.

ઈ.સ. 2007

સમગ્ર સંસ્થાનું સુયોગ્ય મૅનેજમેન્ટ ગોઠવવા કાર્યાલયોની રચના થઈ.

ઈ.સ. 2008

ગુરુવર્ય પ.પૂ. બાપજીનો 75મો પ્રાગટ્યોત્સવ ‘અમૃત પર્વ શિબિર’ તરીકે ઊજવાયો.

ઈ.સ. 2011

મુમુક્ષુને સંત થતા પૂર્વે સુવ્યવસ્થિત આધ્યાત્મિક ઘડતર તથા વ્યવહારિક તાલીમ આપી તેઓનું સર્વાંગી ઘડતર કરવા માટે સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)નો પ્રારંભ થયો.

ઈ.સ. 2011

મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિના ભાગ રૂપે કન્યા કેળવણીના તીર્થ સમાન સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે ગર્લ્સ ગુરુકુલની સ્થાપના થઈ.

ઈ.સ. 2011

આજની બાળપેઢીને સત્સંગ, સંસ્કાર તેમજ કેળવણીના ઉચ્ચ આદર્શો બાળપણથી મળી રહે તે માટે ‘આદર્શ બાળ સભા’ (ABS)નો પ્રારંભ કરવામાં આવ્યો.

ઈ.સ. 2012

પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર અનુગામી સત્પુરુષ તરીકે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વ્હાલા પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીને ઘોષિત કર્યા.

ઈ.સ. 2012

ભવિષ્યમાં થનાર ‘કારણ સત્સંગ યુનિવર્સિટી’નો ભાવિ સંકલ્પ ઉદ્‌ઘોષિત કર્યો.

ઈ.સ. 2012

‘કારણ સત્સંગ યુનિવર્સિટી’ના પૂર્વાપર આયોજનના ભાગ રૂપે આદર્શ યુવા પ્રૉજેક્ટનો પ્રારંભ થયો.

ઈ.સ. 2012

સંસ્થાના 25 વર્ષ પૂર્ણ થયે રજત જયંતી મહોત્સવ ઊજવાયો તે ઉપક્રમે 29 મંદિરોનાં નિર્માણકાર્ય થયા.

ઈ.સ. 2013

ત્યાગાશ્રમના માર્ગે વળવા ઇચ્છનાર મુમુક્ષુ યુવતીઓનું આધ્યાત્મિક તથા વ્યવહારિક સર્વાંગી ઘડતર કરવા માટે મહિલા સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)નો પ્રારંભ થયો.

ઈ.સ. 2014

શ્રીજીસંમત કારણ સત્સંગના મૂળભૂત સિદ્ધાંતો સમાવતા લઘુ ગ્રંથ ‘સ્વરૂપનિષ્ઠા’ની રચના ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા થઈ. જેમાં જ્ઞાનની સ્પષ્ટતા માટે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ પણ અંગત રસ લઈ ખૂબ દાખડો કર્યો.

ઈ.સ. 2015

સામાજિક તથા રચનાત્મક પ્રવૃત્તિઓના સુવ્યવસ્થિત સંચાલન માટે SMVS ચૅરિટિઝ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી.

ઈ.સ. 2015

આજે કે ભવિષ્યમાં જે હેતુ, આદર્શો તેમજ સિદ્ધાંતોથી આ SMVS સંસ્થાનું શ્રીજીમહારાજના સંકલ્પથી સ્થાપન કરવામાં આવ્યું છે તેમાં હજારો-લાખો વર્ષ સુધી કોઈ ફેરફાર ન આવે અને પેઢીઓની પેઢીઓ સુધી સંસ્થાના પાતાળમાં પાયા પહોંચાડવા SMVS સંસ્થાના મુખ્ય સંસ્થા બંધારણની રચના થઈ.

ઈ.સ. 2015

સ્વામિનારાયણ ભગવાને પૂ. સંતો માટે કરેલ આજ્ઞાઓ વર્તમાનકાળે તેમજ ભવિષ્યમાં પણ અક્ષરશઃ પાળવા તેમજ સંતોના આશ્રમની અણીશુદ્ધતા માટે SMVSના ત્યાગી સમાજ માટે “સંત બંધારણ”ની રચના થઈ.

ઈ.સ. 2016

વિદેશ સત્સંગ પ્રવૃત્તિના સુવ્યવસ્થિત સંચાલન માટે અમેરિકાના ચેરીહિલ સિટી, ન્યૂજર્સી ખાતે સ્વામિનારાયણ ધામની વડામથક તરીકે સ્થાપના થઈ.

ઈ.સ. 2016

બળદિયા ખાતે બાપાશ્રીના મૂળભૂત પ્રાગટ્યસ્થાન પર સંસ્થા દ્વારા પ્રાસાદિક સ્થાનમાં ચરણારવિંદ પધરાવવામાં આવ્યા.

ઈ.સ. 2016

શ્રીજી અર્થે જીવન કરનાર બાળકો માટે સંકલ્પ બાળ સભા (SBS) પ્રોજેક્ટનો પ્રારંભ થયો. 

ઈ.સ. 2016

આદર્શ નારી જ આદર્શ બાળકોનું નિર્માણ કરી શકે તે હેતુથી આદર્શ મમ્મી પ્રોજેક્ટનો પ્રારંભ થયો.

ઈ.સ. 2017

SMVS છાત્રાલયની સ્થાપના થઇ.

ઈ.સ. 2019

SMVS સ્વામિનારાયણ હોસ્પિટલની સ્થાપના થઇ.