અમારું લક્ષ્ય
- ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત તથા જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ પ્રવર્તાવેલ સર્વોપરી, સનાતન ને અજોડ ઉપાસનાના જ્ઞાન-સિદ્ધાંતો સમજી, સ્વજીવનમાં દ્રઢ કરી તથા સમાજના વધુ ને વધુ સભ્યો સુધી તેને પહોંચાડી આત્યંતિક મોક્ષ પામવો.
- ભૌતિક અને અભૌતિક સુખની જુદાઈ સમજી, અભૌતિક એવા ભગવાન સ્વામિનારાયણના પરમ સુખને ભગવાનની શ્રેષ્ઠ એવી અનાદિમુક્તની સ્થિતિ પામવી તથા સમાજના વધુ ને વધુ સભ્યો સુધી અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન પહોંચાડી ભગવદ્ સુખને પામવા માટેની અંત:સ્ફૂરણા કરાવવી.
- ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રી કે જેઓ આ SMVSના સંસ્થાપક અને પ્રેરણામૂર્તિ છે. તેઓએ એવા દિવ્ય સમાજની રચના કરવાના સંકલ્પથી સંસ્થાની સ્થાપના કરી છે કે, સમાજ વાણી, વિચાર અને વર્તનમાં ઐક્યતા રાખી ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવું દિવ્ય જીવન જીવે.
- નાત-જાતના તથા ગરીબ-તવંગરના ભેદ વિના દેશ-પરદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ખ્યાલો તથા હિંદુત્વની ધાર્મિક ભાવના પ્રગટાવવી, ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકાઓને ટકાવવી-પ્રસરાવવી. તથા પારિવારિક એકતા ને કુટુંબ ભાવનાનું પોષણ કરવું.
- વ્યક્તિની સાચી ઓળખ તેના બાહ્યિક જીવનથી નહિ પરંતુ એનામાં રહેલા સદ્દગુણોથી છે. આવા સદ્દગુણોનું સિંચન કરી માનવ જીવનના મુલ્યો ભુલેલાને સાચા અર્થમાં માનવ બનાવવા તથા માનવમાંથી સમાજના એક શ્રેષ્ઠ સભ્ય બનાવી સમાજ ઉત્થાનનું કાર્ય કરવું.
- ‘મેં નહિ હમ’ જેવી ઉદાર ભાવના પ્રગટાવી સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાની આદર્શ પ્રેરણા પ.પૂ.સ્વામીશ્રી આપી રહ્યા છે. જેનાથી દરેક વ્યક્તિ એક બીજા સાથે જોડાઈ, અરસ-પરસ પોતાના શ્રેષ્ઠ વિચારો, અનુભવો, કળા-કૌશલ્ય અને આદર્શોની આપ-લે કરી એક આદર્શને સર્વાંગી વિકાસ ધરાવતા સમાજની રચના થઇ રહી છે.
- 100 સંતો-પાર્ષદો, 83 મહિલા સંતો તથા 10,000 કરતા વધુ સ્વયંસેવકોની મદદથી સંસ્થા દ્વારા માનવ જીવનના દરેક ક્ષેત્રોમાં જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્ર હોય, તબીબી ક્ષેત્ર હોય, આદિવાસી ઉત્ત્થાન ક્ષેત્ર હોય, આકસ્મિક હોનારત તેમજ રાહત કાર્યો હોય એવા દરેક ક્ષેત્રોમાં સંસ્થા ‘સેવા એ જ પ્રભુ સેવા’ની ભાવનાથી તૈયાર રહી છે.