SMVS સિદ્ધાંત સૂત્ર
“સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દૃઢ કરી,
અનાદિમુક્તની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ.”
સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ તથા સર્વોપરી નિષ્ઠા
સામાન્ય રીતે જનસમાજ એવી જ રીતે અભિપ્રેત છે કે ભગવાન બધાય એક જ છે. ભગવાનનાં નામો બધાં જુદાં જુદાં છે પણ અંતે તો બધાય એક જ છે. આવી માનીનતા, ધાર્મિકતાને વરેલા કે આધ્યાત્મિક માર્ગે વરેલા બહુધા જનસમાજમાં જોવા મળે છે. પરંતુ આ વાત સૈદ્ધાંતિક નથી, માત્ર ભાવાત્મક છે. આવી ભાવાત્મક વાત સમજવામાં વિશેષ કોઈ જ્ઞાન સમજવાનું નથી કે કોઈ તાત્ત્વિક વિચાર કરવાનો નથી; તેથી સરળતાથી સ્વીકૃત થઈ જાય છે. પરંતુ જ્યારે જીવાત્માનો મોક્ષ કરવો છે ત્યારે આટલું સમજવાથી કે માનવાથી પૂરું થઈ જતું નથી.
અનાદિમુક્તનું સ્વરૂપ તથા સ્થિતિ
ભગવાન શ્રી સ્વામિનારાયણ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા શ્રીજીસમકાલીન અને બાપાશ્રી સમકાલીન સત્પુરુષોએ ‘અનાદિમુક્ત’ની પદવી-સ્થિતિને ખૂબ સરળપણે સમજાવી છે. તેઓએ ‘અનાદિમુક્ત’ શબ્દનો સાવ સરળ અર્થ સમજાવ્યો : “સિદ્ધમુક્તો અનાદિકાળથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લે છે. માટે તેમને ‘અનાદિમુક્ત’ કહેવાય છે.”
કારણ સત્સંગ
કારણ સ્વરૂપ એક અને માત્ર એક જ છે. મહારાજની મૂર્તિ. સમૈયા, ઉત્સવો કે મહારાજને રાજી કરવાનાં જે કાંઈ સાધન થતાં હોય એમાં કારણ સ્વરૂપ મહારાજનું જ મુખ્યપણું હોય, એની જ મહત્તા હોય. એ કારણ સ્વરૂપ મહારાજનું જ અનુસંધાન રહેતું હોય એનું નામ કારણ સત્સંગ.