શિક્ષાપત્રી પરિચય
શિક્ષાપત્રીનો સરળ ભાષામાં અર્થ શિખામણની પત્રી એવો થાય છે. આ શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે પોતાના સંતો અને હરિભક્તોએ ભગવાનના ભક્ત તરીકે કેવું જીવન જીવવું જોઈએ તે માટેની જ આજ્ઞાઓ લખી છે
શિક્ષાપત્રી મહિમા
આકાશમાં પડેલી તિરાડ સમ દીસતી કે પછી આકાશમાં લિસોટા વેરતી ચમકીલી વીજળી એ બીજું કશું નહિ પણ પ્રભુની સહી (Signature) છે. પ્રભુના હસ્તાક્ષર છે. જોકે આ નરી કલ્પનામાત્ર છે. જે સુંદર જરૂર છે. પણ વાસ્તવિકતા નથી !
શિક્ષાપત્રી સાર
આ ‘શિક્ષાપત્રી’ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણે કરેલી આજ્ઞાઓ સમગ્ર ભક્તસમાજને સરળતાથી સમજાઈ જાય તથા એ આજ્ઞા કરવા પાછળનો હેતુ સમજાય અને સૌ એ આજ્ઞા મુજબનું જીવન જીવવા કટિબધ્ધ બને એવા શુભ હેતુથી SMVS સંસ્થા દ્વારા ‘શિક્ષાપત્રી સાર’ નામની પુસ્તિકા પ્રકાશન કરવામાં આવી છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીની આજ્ઞાઓને જુદા જુદા વિષયમાં વહેંચી શિક્ષાપત્રી ગ્રંથનો સાર તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં સમાવેશ કરેલ છે..