ઈ.સ. 2013 એટલે SMVSના સુવર્ણયુગ પ્રારંભનું સુવર્ણ વર્ષ. આ સુવર્ણ વર્ષને ચાલો સૌ સાથે મળી ઊજવીએ આપણા સુવર્ણ સરીખા જીવનથી. દિવ્યજીવનના રાહપર ચાલી ભગવાન સ્વામિનારાયણના મૂર્તિસુખના ભોક્તા થવા માટે ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી દ્વારા દર પ્રતિ વર્ષ સમગ્ર સમાજને આધ્યાત્મિક માર્ગે આગળ ધપાવવા કોઈક સુનિશ્ચિત ધ્યેય સંકલ્પ રૂપે આપવામાં આવે છે. જેમાં વર્ષ 2013માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી દ્વારા મહારાજની મૂર્તિના સુખભોક્તા થવા મળેલ સંકલ્પો દ્વારા ચાલો આપણે સૌ આપણા જીવનને એક નવી દિશા ઉપર લઈ જઈ આપણા સુવર્ણ સરીખા જીવન દ્વારા સંસ્થાના સુવર્ણ યુગ પ્રારંભમાં સહભાગી બની સંસ્થાની આન, બાન અને શાનમાં વધારો કરીએ.

વર્ષ 2013ના ધ્યેયરૂપ બે આધ્યાત્મિક સંકલ્પો :

  1. મહારાજની મૂર્તિના સુખભોક્તા થવા “કરીએ મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ” જેના પ્રથમ સોપાન રૂપે કરીએ મોટાપુરુષ સાથે પોતાપણાની બુદ્ધિ
  2. મૂર્તિસુખના પાત્ર થવા માટે પૂર્વભૂમિકારૂપ આંતરમુખી થવા માટે “કરીએ ભજન-ભક્તિ”
 
     
 
     
         
   
         
 

Content on this page requires a newer version of Adobe Flash Player.

Get Adobe Flash player

 
         
         
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy