પરિચય

પ્રાગટ્ય:સંવત ૧૯૧૮, ચૈત્ર સુદ બીજ

પ્રાગટ્ય સ્થળ:ગામ - અસલાલી, તાલુકો - દસ્ક્રોઈ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : બહેચરભાઈ

માતાનું નામ : જીવીબા

પિતાનું નામ : અમથાભાઈ

ભાઈનું નામ : કસીભાઈ

ગુરુનું નામ : અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી

સંત દીક્ષા : સંવત ૧૯૪૨ના કારતક માસમાં અમદાવાદ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : પંજાબમેલ, નીડર સિદ્ધાંતવાદી,સદગુરુબાપા, સદગુરુશ્રી, ઈશ્વરમૂર્તિ

મહંતાઈ : સ્વામિનારાયણ મંદિર, જેતલપુર

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

૧. અબજીબાપાશ્રીએ શ્રીમુખવાણી વચનામૃતનાં રહસ્યમય ગૂઢાર્થ જ્ઞાનને યથાર્થ સમજાવ્યું. તેને સદ્. ઈશ્વરબાપાએ ૧૮-૧૮વર્ષ દાખડા કરી ગ્રંથસ્થ કર્યું અને ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ તથા ‘અબજીબાપાશ્રીની વાતો’ એવા બે અમૂલ્ય ગ્રંથોની ભેટ આપી.

૨. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા.

૩. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો મહિમા અનંતને સમજાવ્યો.

૪. તેઓએ સંપ્રદાયનાં વ્યવહારિક શુદ્ધિકરણ માટે સત્સંગ મહાસભાનું સુકાન સંભાળ્યું.

૫. તેઓએ ‘અબજીબાપાશ્રી જીવનચરિત્ર’ ગ્રંથ પ્રકાશિત કરાવ્યો હતો.

૬. તેઓએ સદ્. મુક્તાનંદ સ્વામી રચિત ‘શ્રી બ્રહ્મસૂત્રભાષ્યરત્ન’ આ ગ્રંથ સૌપ્રથમ સંપ્રદાયમાં પ્રકાશિત કર્યો હતો.

૭. તેઓએ શ્રીજીમહારાજને જ સર્વેના આચાર્ય સમજી તથા શ્રીજીમહારાજની મૂર્તિને પ્રગટ-પ્રત્યક્ષ જાણી તેમના દિવ્ય સાંનિધ્યમાં સાધુ-ગુરુ થકી સાધુની દીક્ષા ગ્રહણ કરવાની પ્રણાલિકા શરૂ કરાવી.

વિશિષ્ટતા : તેઓ બાપાશ્રીના અત્યંત રાજીપાના પાત્ર બન્યા હતા. બાપાશ્રી તેઓનો મહિમા જણાવતા કે, “સદગુરુ ઈશ્વરસ્વામી એટલે ઈશ્વર મૂર્તિ જ જોઈ લ્યો. આફ્રિકાનાં ગાઢ જંગલોમાં જઈ કોઈ એટલું બોલે ‘હે સદગુરુ ઈશ્વરસ્વામી’ અને એ શબ્દની ભણક જેના કાને પડે તેનો પણ મોક્ષ થઈ જાય.”

શિષ્યપરંપરા : સદ્. ઈશ્વરબાપાના શિષ્ય સદ્. હરિકૃષ્ણદાસજી સ્વામીને દીક્ષા ગુરુ સ્થાને સ્વીકારી સદ્. ઈશ્વરબાપાની વર્તમાન શિષ્ય પરંપરામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કારણ સત્સંગનું સુકાન સંભાળી રહ્યા છે.

અંતર્ધાન:સંવત ૧૯૯૮, આસો વદ અમાસ, રવિવાર (તા. ૮-૧૧-૧૯૪૨)

અંતર્ધાન સ્થળ:સરસપુર, અમદાવાદ, તા. જિ. - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન:૮૦ વર્ષ, ૬ માસ, ૨૮ દિવસ (સંવત ૧૯૧૮, ચૈત્ર સુદ બીજ થી સંવત ૧૯૯૮, આસો વદ અમાસ)