પરિચય

પ્રાગટ્ય :  સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નોમ, સોમવાર (તા. ૦૩/૦૪/૧૭૮૧)

પ્રાગટ્ય સ્થળ : ગામ – છપૈયા, તાલુકો - મનકાપુર, જિલ્લો - ગોંડા, રાજ્ય - ઉત્તરપ્રદેશ, ભારત

પ્રચલિત નામ : હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, ઘનશ્યામ, સહજાનંદ સ્વામી, નારાયણમુનિ, શ્રીજીમહારાજ, સ્વામિનારાયણ.

માતાનું નામ : ભક્તિમાતા

પિતાનું નામ : ધર્મપિતા

ભાઈનું નામ : રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ

બાલ્યકાળ : સંવત ૧૮૩૭થી સંવત ૧૮૪૯ – ૧૧ વર્ષ

વનવિચરણ : સંવત ૧૮૪૯થી સંવત ૧૮૫૬ – ૭ વર્ષ

સત્સંગ વિચરણ : સંવત ૧૮૫૬થી સંવત ૧૮૮૬ – ૩૧ વર્ષ

સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય : સંવત ૧૮૫૮, માગશર વદ એકાદશી

આશ્રિતગણ : ૨૦ લાખ હરિભક્તો અને ૩,૦૦૦ સંતો

મંદિર રચના : પોતાની હયાતીમાં મોટાં મોટાં છ શિખરબદ્ધ મંદિરોની રચના કરી : અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, વડતાલ, ગઢડા

કરેલાં મહત્ત્વનાં કાર્યો:

૧. સર્વે સંપ્રદાયોમાં શ્રેષ્ઠ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.

૨. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરૂપ ‘શિક્ષાપત્રી’ ગ્રંથ અને સૈદ્ધાંતિક ગ્રંથ ‘વચનામૃત’ની ભેટ આપી તથા સંતો-હરિભક્તોનાં પંચવર્તમાન આપ્યા.

૩. તેઓએ આત્મા-પરમાત્માનું શુધ્ધ અને સર્વોપરી જ્ઞાન આપી પોતાની સનાતન સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી.

૪. તેઓએ પોતાનો સનાતન અને વિશિષ્ટ એવો ‘વિશિષ્ટાદ્વૈત’ સિધ્ધાંત આપ્યો.

૫. તેઓએ વર્તનશીલ અને ધર્મ-નિયમયુક્ત સંતોની રચના કરી, સંત-અસંતની ઓળખ કરાવી.

૬. પોતાના દિવ્ય સત્પુરુષો દ્વારા પરંપરાગત આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ ચાલુ રાખ્યો.

૭. તેઓએ સમાજમાં મહિલા વર્ગને એક અલગ અને આગવું સર્વોચ્ચ સ્થાન આપ્યું.

૮. તેઓએ સમાજના દૂષણરૂપ કેટલાક કુરિવાજો જેવા કે દૂધપીતી, સતીપ્રથા આદિ દૂર કર્યા.

૯. પોતાના અધૂરા સંકલ્પોને પૂર્ણ કરવા પોતાના મુક્ત ‘શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી’ સ્વરૂપે પ્રગટ થવાના આશીર્વાદ તથા મુક્ત સ્વરૂપે પ્રગટ થઈ પોતાની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન આપ્યું.

અનુગામી : અ. મુ. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી

અંતર્ધાન : સંવત ૧૮૮૬, જેઠ સુદ દસમ (તા.૧ જૂન, ૧૮૩૦)

અંતર્ધાન સ્થળ : ગામ - ગઢડા, તા. જિ. - બોટાદ, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : ૪૯ વર્ષ, ૧૧ માસ, ૧ દિવસ (સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નોમથી સંવત ૧૮૮૬, જેઠ સુદ દસમ)