પરિચય

પ્રાગટ્ય : સંવત ૧૯૩૬

પ્રાગટ્ય સ્થળ : ચાણપર, તાલુકો : મૂળી, જિલ્લો-સુરેન્દ્રનગર, રાજ્ય – ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : હીરાભાઈ

માતાનું નામ : હરિબા

પિતાનું નામ : માંડણભાઈ

ભાઈનું નામ : પ્રાગજીભાઈ, જેઠાભાઈ, પીતાંબરભાઈ

ગુરુનું નામ : દીક્ષાગુરુ - મુરલીમનોહરદાસજી સ્વામી, જ્ઞાનગુરુ - સદ્. જીવનપ્રાણ અબજીબાપાશ્રી

સંત દીક્ષા : સંવત ૧૯૫૧ ચૈત્ર સુદ નોમના દિવસે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : મુનિસ્વામી, પુરાણી

મંદિરમાં સેવા : (૧) સ્વામિનારાણ મંદિર, ભુજ, (૨) સ્વામિનારાયણ મંદિર, પાટડી.

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

૧. તેઓ અબજીબાપાશ્રીના અત્યંત કૃપાપાત્ર અને રાજીપાના પાત્ર બન્યા હતા.

૨. તેઓએ ‘શિક્ષાપત્રી રહસ્યાર્થ’, ‘પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’, ‘અબજીબાપાશ્રી જીવનવૃત્તાંત’ આદિ ગ્રંથો તૈયાર કરવાની સેવાનો લાભ લીધો હતો.

૩. તેઓએ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા અને અબજીબાપાશ્રીનો મહિમા અનંતને સમજાવ્યો.

૪. તેઓએ કારણ સત્સંગનાં સિદ્ધાંતોને ઉજાગર કરનાર દિવ્ય સત્પુરુષ પ.પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (પ.પૂ. સ્વામીશ્રી)ના પ્રાગટ્યના આશીર્વાદ આપ્યા.

૫. તેઓની ધ્યાનસ્થ અવસ્થા અદ્ભુત હતી. તેથી તેઓશ્રી ‘મુનિસ્વામી’ના નામથી પ્રસિદ્ધિ થયા હતા.

અનુગામી : પ.પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામી (વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી)

અંતર્ધાન : સંવત ૨૦૩૦, વૈશાખ વદ દશમ

અંતર્ધાન સ્થળ : ગામ – બળદિયા (વૃષપુર), તાલુકો – ભુજ, જિલ્લો – કચ્છ, રાજ્ય – ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : ૯૫ વર્ષ (સંવત ૧૯૩૬થી સંવત ૨૦૩૦)