ગોડીપદો
શ્રીજીમહારાજે પોતાના સર્વે આશ્રિતોને દરરોજ સંધ્યા સમયે આરતી પહેલાં ગોડીનાં પદો બોલવાની આજ્ઞા કરી છે. આ ગોડીપદોમાં સંત મહિમાનાં, શ્રીજીમહારાજની મૂર્તિના વર્ણનના તેમજ ઉપદેશનાં વચનો કહેલા છે. જે દરરોજ અવશ્ય ગાવા જોઈએ. એમ કહેવાય છે કે, ‘બોલાય જ્યારે ગોડી, શ્રીજી આવે દોડી.’ એટલે કે સંધ્યા આરતી માટે શ્રીજીમહારાજને બોલાવવાનું આહ્ વાન એટલે જ આ ગોડીપદો. આ રહ્યાં એ ગોડીપદો.
પદ-૧
સંત સમાગમ કીજે, હો નિશદિન સંત સમાગમ કીજે... ટેક
માન તજી સંતન કે મુખ સે, પ્રેમ સુધારસ પીજે... હો નિશદિન ૦૧
અંતર કપટ મેટકે અપના, લે ઉનકું મન દીજે... હો નિશદિન ૦૨
ભવદુ:ખ ટળે બળે સબ દુષ્ક્રીત, સબ વિધિ કારજ સીજે... હો નિશદિન ૦૩
બ્રહ્માનંદ કહે સંત કી સોબત, જન્મ સુફળ કરી લીજે... હો નિશદિન ૦૪