શ્રી સ્વામિનારાયણ સ્તોત્રમ્

ઊર્ધ્‍વ તથાધો નહિ યસ્‍ય માનં, તસ્‍મ‍િનમહોધામનિ રાજમાનમ્ |

મુક્તવ્રજાનામધિરાજમાનં, શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

અધોઊર્ધ્વ પ્રમાણે રહિત તેજરૂપ - સ્વાંગ પ્રકાશરૂપ ધામમાં વિરાજમાન તથા મુક્તમંડળ મધ્યે શોભતા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.

બ્રહ્માંડસન્‍દોહવિભાસિકા‍‍ન્તિં, નૈકાત્‍મકલ્‍યાણનિગૂઢકાન્‍ત‍િમ્ |

મનુષ્‍યરૂપાર્પ‍િતદિવ્‍યશાન્‍ત‍િં, શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

બ્રહ્માંડોના સમૂહોને પોતાની કાંતિએ કરીને (એક કિરણ દ્વારા ઉત્તરોત્તર) પ્રકાશિત કરનારા (એવા છતાં) અનેક જીવાત્માઓના મોક્ષને માટે ગુપ્ત રાખેલ છે પ્રભાવ જેમણે એવા, મનુષ્ય સ્વરૂપે (અત્યારે પ્રતિમા સ્વરૂપે) દિવ્ય શાંતિને આપનારા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.

મનુષ્‍યરૂપં પ્રતિમાસ્વરૂપં, તથાક્ષરે ધામનિ દિવ્યરૂપમ્ |

યસ્‍યાસ્ત્યભિન્‍નં કમનીયરૂપં, શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

જેમનું મનુષ્ય સ્વરૂપ, પ્રતિમા સ્વરૂપ અને અક્ષરધામમાં રહેલું દિવ્ય સ્વરૂપ અભિન્ન છે. અર્થાત્‌ જેમનાં આ ત્રણેય સ્વરૂપો દેખાય છે; પરંતુ ત્રણ નથી, એક જ છે; જે દિવ્ય તેજોમય છે. એવા મનોહર રૂપવાળા દિવ્યાતિદિવ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.

દિવ્યામ્બરાભૂષણભૂષિતાંગં, દિવ્યાદ્વ‍િતીયાકૃતિમંજુલાંગમ્ |

દિવ્યત્‍વસંપાદકસગિસંગં, શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

દિવ્ય વસ્ત્ર અને આભૂષણોથી વિભૂષિત અંગવાળા, દિવ્ય અદ્વિતીય મનોહર (એટલે કે દિવ્યાતિદિવ્ય સદાય સાકાર), જેમના સત્સંગીઓનો સંગ પણ દિવ્યત્વની પ્રાપ્તિ કરાવે છે એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.

સ્‍વસ્‍વામિનારાયણનામમન્‍ત્રં, સ્વયં દિશન્‍તં ભવપારયંત્રમ્ |

પ્રૌઢપ્રતાપાશ્રિતલોકતન્‍ત્રં, શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

સંસારથી ઉદ્ધારનારા પોતાના શ્રી સ્વામિનારાયણ મહામંત્રને શ્રીમુખે પ્રકાશિત કરનારા અને પોતાના પ્રૌઢ પ્રતાપે કરીને લોકસમસ્તને આશ્રય આપનારા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.

યોગાદ્વિનાકારિતસત્‍સમાધિં; સદ્ભક્તસંઘાતવિનાશિતાધિમ્ |

સંપ્રાપયન્‍તં તમનાદ્યુપાધિં, શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

અષ્ટાંગયોગ વિના પણ ઉત્તમ નિર્વિકલ્પ સમાધિના દાતા, વિશુદ્ધ ભક્તવૃંદોની સર્વ ઉપાધિઓનો નાશ કરનારા અને અલભ્ય એવી અનાદિમુક્તની પદવીને પમાડનારા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.

સર્વાવતારાન્ પ્રવિલાપયન્‍તં, સર્વાવતારિત્‍વમહો ધરન્‍તમ્ |

સ્વરાડિતિ સ્વાન્ પરિદર્શયન્‍તમ્ શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

સર્વ અવતારોને પોતાનામાં (તેજની એક કિરણમાં) લીન કરનારા અને આશ્ચર્યપૂર્વક સર્વાવતારીપણું ધારણ કરનારા અને પોતાના આશ્રિતોને પોતાનું રાજાધિરાજપણું દર્શાવનારા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.

માયેશબ્રહ્માક્ષરસંઘબીજં, યેનાદિમુક્તા અપિતેષુ બીજમ્ |

તં સર્વદાત્‍યંતિકમુક્ત‍િબીજં, શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

પુરુષ, બ્રહ્મ અને અક્ષર સમૂહોના (એક કિરણ દ્વારા) કારણ અને અનાદિમુક્તોના પણ સીધા કારણ અને સર્વદા આત્યંતિક કલ્યાણના એકમાત્ર કારણ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.

પ્રત્‍યક્ષ એવાસ્‍મ‍િ સદેતિ ભાનં, દત્‍વા સ્‍વકેત્‍ભ્‍યો નિજમૂર્ત‍િદાનમ્ |

યાવદ્ રવીન્દુપ્રગટપ્રમાણં, શ્રીસ્‍વામિનારાયણમાનમામિ ||

નિજાશ્રિતોને ‘હું સદાય પ્રત્યક્ષ છું’ એવું અનુપમ જ્ઞાન આપી પોતાની મૂર્તિનું અમૂલ્ય દાન આપનારા, સૂર્ય અને ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી પ્રતિમા સ્વરૂપે પ્રગટ પ્રમાણ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું.