પ્રાર્થના

પ્રાર્થના એટલે શું ?

પ્રાર્થના એટલે અંતરના ઊંડાણમાંથી મહારાજ સાથેનો નીરવ સંવાદ કે ભાવાત્મક વાર્તાલાપ.

પ્રાર્થના એટલે મહારાજ પાસે દીનભાવે કરેલી યાચના.

પ્રાર્થના એટલે પોતાના પ્રિયતમ એવા શ્રીજીમહારાજ સાથેની એકાંત ગોઠડી.

પ્રાર્થના એટલે હૃદયની આંતર વાત પ્રભુ પાસે પહોંચાડવાનો દિવ્ય માર્ગ છે.

પ્રાર્થના દાસત્વભાવનું પ્રતીક

પ્રાર્થના એ દાસત્વભાવે સંપૂર્ણ મહારાજની શરણાગતિ છે. પ્રાર્થનામાં પ્રભુ પાસે દિવ્યગુણો પામવાની યાચના, મૂર્તિના સુખને પામવાની ઝંખના, મુમુક્ષુતાના માર્ગે આગળ વધવા માટેની યાચના, અહોભાવ સાથે પોતાના દોષોની સ્વીકૃતિ, આજ્ઞાવિહીન કાર્ય ન કરવા માટેનો કરાર, કંઈક કરી છૂટવાની મક્કમતા હોય, દૃઢ નિર્ધાર હોય.

પ્રાર્થનાનું મહત્ત્વ

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જેમ દેહને ટકાવવા અન્નાદિક ખોરાક જોઈએ તેમ આત્માને સબળ રાખવા પ્રાર્થના ફરજિયાત છે. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પ્રાર્થનાનું મહત્ત્વ દર્શાવતાં કહેતા હોય છે, “પ્રાર્થના વિના અધ્યાત્મ માર્ગમાં છૂટકો નથી. અધ્યાત્મ માર્ગના પ્રારંભથી લઈ અંત કહેતાં સ્થિતિ પામવા સુધીની જીવનયાત્રામાં પ્રાર્થના ચાલકબળ છે. There is no option of prarthana.(પ્રાર્થનાનો કોઈ વિકલ્પ નથી.)”

પ્રાર્થના એ આધ્યાત્મિક, વ્યવહારિક, શારીરિક, માનસિક અનેક દુઃખોથી રહિત થવાનો સરળ માર્ગ છે. પ્રાર્થના દ્વારા આપણા હૃદયની વ્યથા મહારાજના સાંનિધ્યમાં વ્યક્ત કરવાથી હળવાશ અનુભવાય છે. એ પ્રાર્થના જેટલા સાચા ભાવે થાય એટલા વહેલા દુઃખથી રહિત થવાય. માટે આપણા જીવનમાં પ્રાર્થના એક અંગભૂત બનાવી દેવી. દિવસનો પ્રારંભ અને અંત પ્રાર્થનાથી જ થાય.

પ.પૂ. સ્વામીશ્રી પણ પ્રાર્થના કરવાનું મહત્ત્વ દર્શાવતાં કહેતા હોય છે કે, “દિવસ દરમ્યાન સતત અંદરથી ભજન-પ્રાર્થના થયા જ કરે એવી ટેવ પાડી દેવી. હાલતાં-ચાલતાં ઓછામાં ઓછી 25-50 વખત તો પ્રાર્થના કરવી જ. મહારાજની મૂર્તિ આગળ બેસીને પણ એક પ્રાર્થના ઉચ્ચ સ્વરે needy થઈ (જરૂરિયાતમંદ થઈ) બોલવી તો મહારાજ ખૂબ મદદ કરે.”

પ્રાર્થનાની અદબ કેવી હોવી જોઈએ ?

પ્રાર્થના ગરજુની આરજૂ છે; તેમાં પ્રભુ પાસે કંઈક યાચના કરવાની છે માટે હંમેશાં પ્રાર્થના બે હાથ જોડીને જ કરાય. જો સામે મહારાજની મૂર્તિ હોય તો નેત્ર ખુલ્લા રાખીને ટટ્ટાર બેસીને પ્રાર્થના કરાય; અન્યથા નેત્ર બંધ રાખીને પ્રાર્થના કરાય.

જેમ આપણે ફોન ઉપર કોઈની સાથે વાત કરતા હોઈએ છીએ ત્યારે સંપૂર્ણ ધ્યાન તે વાત પર કેન્દ્રિત કરી દઈએ છીએ. આજુબાજુ શું થાય છે તેનો પણ ખ્યાલ આવતો નથી તેમ પ્રાર્થના પણ પ્રભુ સાથેનો આંતર ફોન છે, આંતર વાર્તાલાપ છે માટે પ્રાર્થના દરમ્યાન વૃત્તિઓને બધેથી સંકોચી મહારાજ સન્મુખ કરવી. વિચારો સ્થિર કરી ગદ્ગદ ભાવે પ્રાર્થના કરવી.

પ્રાર્થના કરવા માટેની પૂર્વશરત

1) જરૂરિયાતમંદ થઈને (needy) પ્રાર્થના કરવી.

2) ‘હું કશું જ નથી’ એવા ન્યૂનભાવે પ્રાર્થના કરવી.

3) પ્રગટ-પ્રત્યક્ષભાવે પ્રાર્થના કરવી.

4) ‘મહારાજ પ્રાર્થના સાંભાળે જ છે’ એવા વિશ્વાસ સાથે પ્રાર્થના કરવી.

પ્રાર્થના કેવી રીતે કરી શકાય ? કોને કરી શકાય ?

પ્રાર્થના ઉચ્ચ સ્વરે અથવા મૌન રહી મનમાં કરી શકાય.

પ્રાર્થના ગદ્યમાં કે પદ્યમાં કરી શકાય.

પ્રાર્થના (૧) એકાંતમાં (૨) સમૂહમાં એમ બે રીતે કરી શકાય. સમૂહપ્રાર્થના કરતાં એકાંતપ્રાર્થનામાં ૧૦૦ ગણી વધુ તાકાત છે. તેનાથી મહારાજ ખૂબ રાજી થાય. નીરવ શાંતિમાં કોઈ પણ પ્રકારના ઉદ્વેગ કે ઉચાટ વગર એકાંતમાં ગદ્ગદભાવે મહારાજને સાચા ભાવે પ્રાર્થના કરવાથી જીવનમાં એક દિવ્યતાનો અહેસાસ થાય છે, હળવાફૂલ જેવા થયાનો અનુભવ થાય છે.

પ્રાર્થના શ્રીજીમહારાજ, અબજીબાપાશ્રી, ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીને કરી શકાય. મહારાજ અને મોટાપુરુષના સંબંધમાં આવેલા સંતો-ભક્તોને પણ રાજી કરવા પ્રાર્થના કરી શકાય.

પ્રાર્થના કેવી કરવી ? કેવી ન કરવી ?

દૈહિક સુખ માટેની, લૌકિક વસ્તુ-પદાર્થની, અવરભાવ સંબંધિત બધી જ બાબતોની પ્રાર્થના એ સકામ પ્રાર્થના છે. મહારાજ અને મોટાપુરુષ પાસે અવરભાવ સંબંધિત પ્રાર્થના કરવી તે હીરાના વેપારી પાસે શાકભાજી માગ્યા બરાબર છે. કારણ, મહારાજ અને મોટાપુરુષ મૂર્તિસુખરૂપી હીરો આપવા આવ્યા છે. તેઓ મૂર્તિના જ વેપારી છે, એનો જ હોલસેલ વેપાર તેઓ કરે છે, માટે મૂર્તિના વેપારી પાસે આ લોકના સુખની માગણીરૂપી સકામ પ્રાર્થના કરવી નહીં. તેમ છતાં સંસાર-વ્યવહારમાં સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. તેમાંથી ઊગરવા, સહાય મેળવવા માટે આપણા જીવનનો એકમાત્ર આધાર મહારાજ અને મોટાપુરુષ છે. વસમી વેળાના વારુ અને ભાંગ્યના ભેરુ છે માટે તેમને જ એકમાત્ર સાચા ભાવે પ્રાર્થના કરવી. અન્યનો આશરો કરીને પતિવ્રતાની ભક્તિમાં ફેર પડવા દેવો નહીં. તથા પ્રાર્થના બાદ મહારાજ જે કાંઈ ફળ આપે તેને સહર્ષ સ્વીકારવું.

એકમાત્ર મૂર્તિના સુખની જ યાચના કરવી તે નિષ્કામ પ્રાર્થના છે. આ ઉપરાંત મૂર્તિના સુખના માર્ગે આગળ વધવામાં નડતરરૂપ દેહભાવ અને અંતઃશત્રુઓથી પર થવા માટે પ્રાર્થના કરીએ તે નિષ્કામ પ્રાર્થના છે.

પ્રાર્થના કરવાથી થતા ફાયદા

વ્યવહારિક માર્ગે કોઈ કાર્યમાં ક્યારેક નફો તો ક્યારેક ખોટ જાય પરંતુ નિષ્કામભાવે પ્રાર્થના કરવામાં તો નફો જ નફો છે; કદી ખોટ જતી નથી. અવરભાવનાં ઉદ્વેગ, અશાંતિ, ચિંતા, ઉગ્રતા, આપત્તિ, વિપત્તિ અનેક દુઃખનાં દ્વંદો પ્રાર્થના કરવાથી ટળી જાય છે અને હળવાફૂલ જેવા થઈ જવાય છે.

પ્રાર્થનાથી માનિક રોગ અને શારીરિક રોગો પણ દૂર થાય છે.

મહારાજ અને મોટાપુરુષને સકારાત્મક પ્રાર્થના કરવાથી આપણામાં જબરજસ્ત સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. જે આપણા જીવનમાં નવો રચનાત્મક ઓપ આપે છે.

પ્રાર્થના કરવાથી અહંકાર ઓગળે છે. ‘હું કશું જ નથી’ એ ભાવની દૃઢતા થાય છે અને મહારાજ અને મોટાપુરુષનું મહાત્મ્ય વધુ દૃઢ થાય છે.

પ્રાર્થનાથી મહારાજ અને મોટાપુરુષને વિષે અતિશે સ્નેહ જાગે છે. સૂકોભંઠ જવો શુષ્ક થઈ ગયેલો આત્મા રસભીનો થાય છે.

પ્રાર્થનાથી વણ ઉકલ્યા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે.

પ્રાર્થનાથી શાશ્વત શાંતિનો અનુભવ થાય છે.