આધ્યાત્મિક સાધનો
આધ્યાત્મ માર્ગ એક સાધના માર્ગ છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન સમજ્યા પછી તે જ્ઞાનની દ્રઢતા કરી ભગવાનના સુખને પામવું એ અંતિમ લક્ષ્ય છે. આ સાધના માર્ગની સરળતા માટે ભગવાન સ્વામિનારાયણે કેટલાક સાધનો આપ્યા. જેના માધ્યમથી જ્ઞાનની - સમજણની દ્રઢતા તથા જ્ઞાન પછી અનુભવજ્ઞાનની દ્રઢતા સરળ અને સહજ બને. આ સાધનો માટેનો હેતુ જેટલો સ્પષ્ટ હોય તેટલું જ એ સાધન કર્યાનું ફળ મળે. સાધન સર્વે કાર્ય છે અર્થાત રસ્તો છે અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ કારણ છે. અર્થાત મંજિલ છે. સાધ્ય છે. સાધન સાધ્ય સ્વરૂપમાં જોડાવવા માટે છે. આ સાધન કરવાની પધ્ધતિ તથા હેતુ આધ્યાત્મિક સાધનાના ખ્યાલોને સ્પષ્ટ કરી આપશે.