July 20, 2012
દિવ્યાતિદિવ્ય ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થયા. સાથે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખાવનાર એવા મુક્તો પણ પધાર્યા. જીવાત્માનો ભગવાન સાથે હથેવાળો કરવાનો હતો. તેથી તો સામે ચાલીને પોતાનું સર્વ પ્રકારનું ઐશ્વર્ય ઢાંકી ઢબૂરીને મનુષ્ય લીલા કરતા થકા સામાન્ય જીવને નયગોચર વર્તતા હતા. આપણે નાના બાળક સાથે વાત કરીએ કે રમાડતા હોઈએ ત્યારે આપણે તેમના માટે કેટકેટલું લેવલ નીચું કરવું પડે છે ? કાલી ઘેલી ભાષામાં વાતો કરવી પડે, તેના જેવું વર્તન કરવું પડે વગેરે. પણ આ તો થઈ સજાતિની વાત. અહીં તો એક બાજુ અનંત જન્મથી માયામાં અથડાતો કૂટાતો એવો જીવાત્મા છે તો બીજી બાજુ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે.