February 28, 2017
સ્વંય શ્રીજીમહારાજ નીલકંઠવર્ણીરૂપે લોજમાં સંતોની નીચી ટેલની તમામ સેવાઓ કરતા. એવી જ રીતના દર્શન આપણા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં પણ થાય છે. નાનામાં નાના સંતો કે હરિભક્તની નાનામાં નાની સેવા કરવામાં એ દિવ્યપુરુષે નહિ કોઈ શરમ નહિ કોઈ સંકોચ નીચી ટેલની સેવા કરવાનો આગ્રહ આ દિવ્યપુરુષના જીવનમાં જોવા મળે છે. તે આ પ્રસંગ દ્વારા જોઈએ.
February 19, 2017
સાધુનું મૂલ્યવાન ઘરેણું એટલે દાસત્વભાવ. દાસત્વભાવનું મૂર્તિમંત સ્વરૂપ એટલે આપણા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી. સંસ્થાના સંસ્થાપક અને સૌના ગુરુસ્થાને બિરાજમાન મોક્ષના દાતા હોવા છતાંય દાસત્વભાવની પરાકાષ્ઠામાં રાચતા એ દિવ્ય સ્વરૂપના દાસત્વભાવના દર્શન આ પ્રસંગ દ્વારા કરીએ.
February 12, 2017
મોટાપુરુષની એક એક ક્રિયા, એમનું બોલવું, એમનું ચાલવું, એમનો ઇશારો અરે એમની દૃષ્ટિ એમની ટકોર દરેકમાં કોઈક સ્પષ્ટ હેતું હોય જ. એમાંય મોટાપુરુષની ટકોર એ આપણા જીવન ઘડતરનો અને આગળ વધવાનો પાયો છે. ત્યારે પ.પૂ. સ્વામીશ્રી દ્વારા બે હરિભક્તને થયેલી ટકોર પરથી આપણા જીવનમાં પણ આધ્યાત્મિક માર્ગના શ્રેષ્ઠ શિખરો સર કરવાની પ્રેરણા મેળવીએ.
February 5, 2017
જેના રૂંવાડે રૂંવાડે એક મહારાજની નિષ્ઠા હોય. જેના જીવનમાં એક મહારાજનું જ મુખ્યપણું હોય. એમનું જ એકમાત્ર કર્તાપણું હોય, એ જ સાચા સત્પુરુષ. જેમના જીવનમાં ક્ષણે ક્ષણે મહારાજનાં કર્તાપણાના દર્શન થતા જ હોય છે. પરંતુ આપણા જીવનમાં કેવું કર્તાપણું હોવું જોઈએ ? તે શીખવા માટેનો પ્રેરણા સ્ત્રોત એટલે જ આપણા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એમના જેવો મહારાજના કર્તાપણાનો ગુણ કેળવવા તેમના આવા જ પ્રસંગને વાગોળીને પ્રેરણા મેળવીએ.