March 28, 2014
વિશ્વભરમાં સર્જાતી કુદરતી હોનારતોમાં સૌથી મહાભયંકર હોનારત હોય તો તે છે “વોલ્કેનિક ઈરપ્સન.”એમ મનુષ્યજીવનમાં શાંતિમાં પણ અશાંતિ સર્જતી હોનારત એટલે “ક્રોધ”ક્રોધ કેવો છે તેનું સ્વરૂપ આ નિબંધમાં જોઈશું.
March 18, 2014
લખપતિ થવાના અભરખા રહે છે તેનાં કારણો આપણા સ્વ-જીવનમાં જોઈ તેને ટાળવાનો પ્રયત્ન કરીશું તો સદા સુખી રહેવાશે. તો તે કારણો હવે આ નિબંધમાં જોઈએ…
March 11, 2014
દરેક વ્યક્તિના જીવનમાં પૈસાનું ઘેલું લાગ્યું હોય છે. કોઈ વ્યક્તિ અન્ય કોઈનાય નેતૃત્વ નીચે રહેવા તૈયાર નથી. આજનો યુવાન વર્ગ પણ પોતાનાં માતાપિતા પાસેથી હાથખર્ચીના રૂપિયા લેવા અને એને ક્યાં વાપર્યા એનો જવાબ આપવાની ઝંઝટમાં પડવા માંગતો નથી અને પરિણામે નાની ઉંમરે ભણતાં ભણતાં પણ એ કોઈ પણ રીતે અર્થઉપાર્જન કરી, પોતાના મોજશોખને સંતોષે છે. લખપતિ થવાના અભરખાઓ સેવતાં માતાપિતાને આનંદ હોય છે કે મારો દીકરો નાની ઉંમરે પૈસા કમાતો થઈ ગયો. પરંતુ એ તપાસ્યું છે કે આપનો દીકરો એ પૈસાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરે છે ? આ જોવાની કે જાણવાની તસ્દી આજના વાલી લેતા જ નથી. એમને તો બસ એક જ વસ્તુ દેખાય છે : પૈસો...પૈસો ને પૈસો. પરિણામે આજનું યુવાધન ખોરવાઈ રહ્યું છે. આજના યુવકો અધર્મના માર્ગે ચાલતા થયા છે અને ન કરવાના કૃત્યો, વ્યવહારો, ધંધા કરતા થયા છે, એની પાછળ માતાપિતાના લખપતિ થવાના અભરખા પણ મહ્દઅંશે કારણભૂત છે.