December 30, 2019
શ્રીજીમહારાજની મૂર્તિ એ સર્વે સુખનું મૂળ છે તેવું જાણવા છતાં પણ કયાં કારણો વશ સકામભાવના પ્રગટે છે ? અગાઉ આપણે બે કારણો જોયા છે તે ઉપરાંત અન્ય કારણો અત્રે જોઈએ...
December 23, 2019
શ્રીજીમહારાજની મૂર્તિ એ સર્વે સુખનું મૂળ છે તેવું જાણવા છતાં પણ કયાં કારણો વશ સકામભાવના પ્રગટે છે ? તે કારણો જોઈએ...
December 16, 2019
શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા થવા નિષ્કામ થવા માટે સૌપ્રથમ સકામભાવ અને નિષ્કામભાવની સ્પષ્ટતા કરવી ફરજિયાત છે.
December 9, 2019
શ્રીજીમહારાજે પોતાના આશ્રિતને પોતાનું કર્તાપણું દૃઢ કરાવવા કેટલા તત્પર છે !
વસોના વાઘજીભાઈ ખૂબ સારા સત્સંગી હતા. તેઓ સમાગમ કરતા અને સેવા પણ કરતા. એક વખત તેઓ બીમાર પડ્યા. મંદવાડ એક વર્ષ સુધી લાંબો ચાલ્યો. શરીરમાં અસહ્ય પીડા થાય, જમાય નહિ, પીવાય નહિ, સરખું બેસાય પણ નહિ તેથી તેઓને સત્સંગમાં ઢીલાશ આવી ગઈ. મનમાં સંકલ્પ થવા માંડ્યા કે સંતોએ વર્તમાન ધરાવ્યા ત્યારે કહ્યું હતું કે, “જા તારું તન, મન, ધન ને અનેક જન્મનાં કર્મ સ્વામિનારાયણને ચરણે. હવે તારું પ્રારબ્ધ સ્વામિનારાયણ ભગવાન થયા.” મારું બધું ભગવાન સ્વામિનારાયણને અર્પણ કર્યું, એ પ્રારબ્ધ થયા છતાં મને આવું દુઃખ શાથી આવ્યું ? આ મંદવાડ મટશે કે નહીં ? જો મહારાજ ધામમાં લઈ જવાના હોય તો દર્શન કેમ નથી દેતા ? ને શ્રીજીમહારાજ સર્વોપરી ભગવાન હોય તો પ્રારબ્ધે કરીને કેમ આવું દુઃખ આવ્યું હશે ? વાઘજીભાઈએ સત્સંગ કર્યો હતો પરંતુ સમજણની પરિપક્વતા કરવામાં કચાશ હતી. તેથી આવા સંકલ્પો કરતાં પોઢી ગયા.