November 19, 2015
વાંચન શબ્દ સાંભળીને જ અત્યારની એકવીસમી સદી દૃશ્ય અને શ્રાવ્ય સાધનોમાં જ મનોરંજન માનનારી પેઢીને બહુ જ કંટાળો આવશે... Time west, Time Consuming છે એવું લાગશે ખરું ને ?! પણ વાંચન એ જીવનને પરિવર્તન કરનાર, જીવનની અનેક મૂંઝવણોમાંથી રસ્તો કાઢી આપનાર, જીવનમાં ઉચ્ચ વિચારો, આદર્શતા ને આપનાર એક Silent media છે. તો વાંચન ખરેખર કેવું છે ? તેનાથી શું ફાયદા થાય ? તથા કેવું વાંચન ફળદાયી છે તે સર્વે પ્રશ્નોના ઉત્તરો જોઈએ આ વાંચન લેખમાળામાં...
November 12, 2015
વર્તમાન સમયમાં આવા ઘોર કળિકાળમાં ચારિત્ર્યવાન જીવન જીવવું તે કઠિન કાર્ય છે ત્યારે આવા ઘોર કળિયગુમાં ચારિત્ર્યવાન જીવન જીવતાં જીવંતપાત્રોની ગાથા, તથા ચારિત્ર્યવાન જીવન કરવાનો શા માટે આપણે આગ્રહ રાખવો જોઈએ ? ચારિત્ર્યનિષ્ઠ બનવા કેવા ગુણો કેળવવા જોઈએ ? તેની સુંદર અભિવ્યક્તિ ‘યૌવન : ચારિત્ર્યવાન જીવન’માં કરેલી છે.
November 5, 2015
ખરેખર મોટો કોણ ? બુદ્ધિશાળી કે ચારિત્ર્યવાન ?... ચારિત્ર્ય એ જ સાચી મોટપ છે. તો ચારિત્ર્યવાન જીવન એટલે શું ? આજના યુવાનમાં ચારિત્ર્યનું શું મહત્વ છે ? શ્રીજીમહારાજે અને મોટાપુરુષોના જોગમાં આવનારના ચારિત્ર્યવાન જીવન ઘડવાનો કેવો આગ્રહ હતો તે ‘યૌવન : ચારિત્ર્યવાન જીવન’ દ્વારા આલેખિત થયું છે.