June 28, 2019
જીવનની સમસ્યાનો આધારભૂત ઉપાય એટલે વાંચન.
જીવનને ઘડનાર, આકાર આપનાર એક માત્ર શિલ્પી : વાંચન
પ્રગતિના શ્રેષ્ઠ શિખરો સર કરાવનાર માર્ગદર્શક એટલે વાંચન
આંતરજગતના વિકાસનું પ્રથમ સોપાન વાંચન
વાંચન એતો આરસપહાણ છે. વ્યક્તિ તેમાં રસ ધરાવે ત્યારે તેની મૂર્તિ ઘડાય છે.
June 19, 2019
એકગણું લઈને તેને અનંતગણું પાછું આપવું તે તો ભગવાન અને તેમના સત્પુરુષોને જ આવડે. જેટલું લે તેટલું પાછું આપે તેને કહેવાય માણસ. અને જેટલું લે તેથી અનંતગણું પાછું વાળે તેને કહેવાય ભગવાન. અને જો પોતાનું બિરૂદ જાણીને આ રીતે ન વર્તે તો એ ભગવાન શાના ?
June 12, 2019
હંમેશાં મીઠી વાણી જ બોલીશું.
સૌને માનથી જ બોલાવીશું ‘તુકારો કરીશું નહીં.
કોઈની ઉપર ગુસ્સો કરીશું નહીં.
કટાક્ષ ભરી વાણી બોલીશું નહીં.
નમ્ર અને શિષ્ટભરી વાણી જ બોલીશું.
દલીલ અને વાદવિવાદમાં પડીશું નહીં.
હંમેશાં સત્ય વચન જ બોલીશું.
June 5, 2019
દેહાભિમાનનું પોષણ અટકશે.
અભાવ અવગુણરૂપી મહાભયંકર પાપથી બચાશે.
સમય બગડતો અટકશે.
ઉદ્વેગ રહિત સુખ અને શાંતિભર્યું વાતાવરણ સર્જાશે.
પરસ્પર આત્મીયતા જળવાશે.