November 25, 2019
કંઠી ધારણ કરવી, તિલક-ચાંદલો કરવો, પૂજા કરવી, દર્શન કરવાં, મંદિરે જવું આ બધો પ્રાથમિક-ઔપચારિક સત્સંગ છે. તે દૈહિક પવિત્રતા કેળવવા માટેનું સાધન છે. જેનાથી દેહ સત્સંગી થાય પરંતુ આત્મા સત્સંગી ન થાય. આત્માને સત્સંગી કરવા પરમાત્માના સંગરૂપી સત્સંગ ફરજિયાત છે. આવી રીતે સત્સંગ એ ક્રિયાલક્ષી કે સાધનલક્ષી શબ્દ નથી. પરંતુ શબ્દાતીત અનુભવાત્મક યોગ છે. જ્યાં આત્મા-પરમાત્માની એકતા પામવા માટે સંતો-હરિભક્તોના સમૂહમાં કથાવાર્તા થતી હોય, ઉત્સવ-સમૈયા થતા હોય તથા સાધ્ય સ્વરૂપ સુધી પહોંચાય તેવી ભજન-ભક્તિ થતી હોય તેને સત્સંગ કહેવાય.
November 25, 2019
સત્સંગનો મૂળભૂત પાયો સમજણ છે. ગમે તેટલા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ હોય પણ સમજણના અભાવે સત્સંગ અર્થહીન બને છે.
November 18, 2019
સતત પ્રવૃત્તિશીલ જીવનમાં નિવૃત્તિ લઈ ભગવાનની ભજન-ભક્તિ કરવી ઘણી અઘરી છે પણ એવા કોઈક માધ્યમો દ્વારા ભગવાનમાં નિરંતર વૃત્તિ પરોવાયેલી રહે તે માધ્યમ એટલે જ આહ્ નિક
November 11, 2019
મહારાજે વ્યક્તિમાત્રને 24 કલાક આપ્યા છે તેમાં 8 કલાક દૈહિક ક્રિયા કરવા, 8 કલાક ઉપાર્જન તથા સામાજીક પ્રવૃતી કરવા અને બીજા આઠ કલાક ભગવાનની ભજન-ભક્તિ કરવા, તો તે આઠ કલાક દરમ્યાન શું કરવું ?
November 4, 2019
ભગવાનના ભક્તે નિત્યક્રમ પૂર્વક ભક્તિમય આહનિક કરવું. પણ આહનિક એટલે શું ? કેવી રીતે કરવું ક્યા માધ્યમો દ્વારા...