April 27, 2020
સરળતા, સહજતા, નિખાલસતાનાં સહેજે દર્શન કરાવનાર મોટાપુરુષ સત્સંગ સમાજમાં સૌની આગળ અને નાનામાં નાના બાળમુક્ત આગળ કેવી રીતે વર્તે છે !!! એ શીખી એને સ્વજીવનમાં અમલમાં મૂકીએ.
April 20, 2020
“પપલાયા છોકરા ન જીવે, ધવરાવ્યા છોરા જ જીવે.”
વખાણની ઇચ્છા રાખવીએ પપલાયા છોરા કહેવાય અને રોકટોકની ઇચ્છા રાખવીએ ધવરાવ્યા છોરા કહેવાય. તેથી મુમુક્ષુ તરીકે વખાણની ઇચ્છાનો ત્યાગ કરી રોકટોક ગમાડીએ.
April 13, 2020
ડૉક્ટરની દવાથી દેહનો રોગ મટે છે તેમ આત્માના રોગને ટાળવા મોટાપુરુષની રોકટોક એ અક્સીર ઔષધ છે. આવો, એની મહત્તા સમજીએ...
April 6, 2020
સુંદર મુગટ એ રાજાની શોભામાં, સુંદર રાચરચીલું ઘરની શોભામાં, સુંદર હાર એ સ્ત્રીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે તેમ મુમુક્ષુનું જીવન દિવ્ય ગુણોથી મઘમઘે છે પણ દિવ્ય ગુણોનો આવિર્ભાવ થાય કેવી રીતે !!!